Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

બાબરાનાં કીડી ગામમાં તબિયત સારી ન રહેતા સગર્ભા પરિણીતાનો આપઘાત

(અરવિંદ નિર્મળ  દ્વારા) અમરેલી તા.ર૩ : બાબરા તાલુકાના કીડી ગામે રહેતી સંગીતાબેન વનરાજભાઇ સરવાણીયા ઉ.વ.ર૦ની તબીયત સારી રહેતી ન હોય અને પ્રેગનેન્ટ હોય જેથી કંટાળી પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ મૃત્યુ પામ્યાનું સુરેશભાઇ જીવનરાજભાઇ સરવાણીયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

માર માર્યો

જાફરાબાદમાં રહેતા મનોજ ઉર્ફે ટાઇગર કાળુભાઇ ચુડાસમા (ઉ.વ.૩૮)ના પાટલા સાસુ ભારતીબેન રાજુભાઇ મકવાણાની દિકરી ચેતુબેનની સગાઇ ગોપાલ લખમણ બારૈયા સાથે થયેલ હતી. જે સગાઇ મુકી દેતા જેનું સમાધાન કરવા બોલાવી મહેશ બારૈયા, ગોપાલ લખમણ બારૈયા, કિશન લખમણ બારૈયા, સુવેજીભાઇ ભીમજી બારૈયાએ લાકડી અને પાઇપ વડે માર મારી ફેકચર કરી ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઇજા

બાબરામાં રહેતા પપ્પીભાઇ અજીતભાઇ વાઘેલા ઉ.વ.રર રહે. કરીયાણા તેના ઘર પાસે હતા. ત્યારે બાજુમાં રહેતા ભીખાભાઇના છોકરાએ ગાળો બોલતો હોવાથી ના પાડતા ઉશ્કેરાઇ ગાળો બોલી માથામાં પથ્થર મારી ઇજા કરી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

વંડા તાબાના સેંજળ ગામે જનકભાઇ કાંતીભાઇ ડુબાણીયા ઉ.વ.ર૪ના બાપુજીને એક વર્ષ પહેલા બોલચાલી થયેલ જે મનદુઃખ રાખી ટીણુ દિલા વિછીયા યુવરાજ દિલા વિંછીયા શિવરાજ દિલા વિંછીયા પહુ આપા માંજરીયાએ પાઇપ અને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કુહાડી ઝીંકી

ધારી પ્રેમપરામાં રહેતી ઉર્મીલાબેન ધુધાભાઇ વાઘેલા ઉ.વ.૧૯ના ભાભીને જયસુખ માવજી વાઘેલાએ છોકરો મારો છે તેવુ઼ કહેતા આવુ નહી કહેવા જણાવતા એક સંપ કરી યુવતી અને તેના ભાભીને ગાળો બોલી કુહાડી અને છરી વડે ઇજાઓ કરી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાને કાઢી મુકી

કચ્છ  ભુજમાં અંકીતાબેન ભાવેશભાઇ આચાર્ય ઉ.વ.ર૮ને પતિ ભાવેશ દિપક આચાર્ય, સાસુ રેખાબેન દિપકભાઇ આચાર્યએ કરીયાવર અંગે મેણા મારી ત્રાસ આપી માર મારી ઘરેથી કાઢી મુકયાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરજમાં રૂકાવટ

અમરેલી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ધ્રુવભાઇ મુકેશભાઇ પંચાલ ઉ.વ.ર૯ અને બીજા સાથી કર્મચારીને સમીર બાબુ પટેલને કચેરીમાં અંદર આવવાની ના પાડતા ઉશ્કેરાઇ ગાળો બોલી ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:05 pm IST)