Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં ઉચ્ચતર પગાર ધોરણનો કેમ્પ

જુનાગઢ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આજથી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બિનસરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો સમયસર લાભ મળે તે માટે ત્રણ દિવસ સુધી કેમ્પો યોજાનાર છે.જેનો આજે સવારે ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતીમાં શરૂ કરાયો હતો  ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ શિક્ષણ નિરીક્ષક  આર.વી. પરમાર તથા  એલ.વી.કરમટા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક વી.જી.વડારીયા, વી.એલ.ભુત સીનીયર કલાર્ક આર.બી.મહાવદીયા, એચ.પી.દવે, પી.એમ.વાઘેલા સહીતના કર્મચારીઓની ટીમ દ્વારા ફાઇલોની ચકાસણી કરી અને કોઇપણ પ્રકારની ક્ષતિ હોય તો તે પૂર્તતા કરી મજુરી અર્થે ગાંધીનગર મોકલવામાં આવશે સતત બીજો કેમ્પ યોજવા બદલ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયનો કર્મચારીઓ હૃદય પૂર્વક આભાર વ્યકત કરી ઉચ્ચતર પગાર ધોરણનો સમયસર લાભ મળે તે માટે કાર્યવાહી હાથ ધરી ખુશીની લાગણી વ્યકત કરી રહ્યો છે. ઉપરોકત તસ્વીરમાં આ કેમ્પમાં માર્ગદર્શન આપતા ઉપાધ્યાય નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોષી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:56 pm IST)