Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગીર સોમનાથ જીલ્લા મહીલા કોંગ્રેસનું મોંઘવારી મુદે આવેદન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: ગીર સોમનાથ જીલ્લા મહીલા કોંગ્રેસ દ્રારા આવેદન પત્ર આપી મોંઘવારી મુદે રોષ વ્યકત કરેલ હતો.

ગીર સોમનાથ જીલ્લા મહીલા કોંગ્રેસની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને મોંઘવારી મુદે આવેદન આપવા માટે ધારાસભ્યના કાર્યાલયથી રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીની ઓફીસે પહોંચેલ હતા.  મોંઘવારી એ ગરીબ, મઘ્યમવર્ગની કમ્મર તોડી નાખેલ છે પેટ્રોલ, ડીઝલના ભાવો પણ ખુબજ વધી ગયેલ છે જો તાત્કાલીક મોંઘવારી ઓછી નહી થાય તો અનેક પરીવારોમાં ભુખ્યા દિવસો કાઢવા પડશે તેવી સ્થિતી સર્જાશે આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ, જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા, શહેરી પ્રમુખ સહીત આગેવાનો કાર્યકરો જોડાયેલ હતા.

(12:54 pm IST)