Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શને નવનિયુકત કલેકટર તુષારભાઇ સુમેરા

વાંકાનેર : બોટાદ જિલ્લાના સાળંગપુર ધામમાં આવેલ જગ વિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજે બોટાદમાં નવા કલેકટર તરીકે આવેલ તુષારભાઇ સુમેરા આજે સવારે ૯.૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનાર્થે પધારેલા હતા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી દ્વારા કલેકટર તુષારભાઇ સુમેરાનું સ્વાગત કરવામાં આવેલ હતું. તેમ સ્વામી ડી. કે. સ્વામીજીએ જણાવેલ છે.

(11:47 am IST)