Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

હળવદની નર્મદા કેનાલમાં જતા યુવાનનું મોત

અકસ્માત કે આત્મહત્યા ?

હળવદ,તા. ૨૩: શહેરમાં આવેલ ઢવાણીયા દાદાના મંદિર પાસે રહેતા લાલાભાઇ ઠાકોરનો દીકરો રાહુલ (ઉંમર વર્ષ ૨૦) ગઈકાલ સાંજ ના સમયે મોરબી ચોકડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પડી ગયો હોવાની જાણ પોલીસને થઈ હતી. જેથી, પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની કેનાલમાં શોધખોળ હાથ ધરતા યુવાનની લાશ મળી આવી છે.આ ઘટના બાદ હળવદ ટાઉનબીટ જમાદાર ભરતભાઈ રબારી સહિતનો પોલીસ સ્ટાફ યુવાનની લાશને પી.એમ. માટે હળવદ સરકારી દવાખાના ખાતે લઇ આવી યુવાનનું અકસ્માતે કેનાલમાં પડી જવાથી મોત થયું છે કે આત્મહત્યા કરી છે તે સહિતની બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:46 am IST)