Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગોંડલમાં જુગારના ૩ દરોડાઃ ૧૬ પકડાયા

રાજકોટ તા. ર૩ :.. ગોંડલ પોલીસે ગઇકાલે જૂગારના અલગ-અલગ ત્રણ દરોડા પાડી જૂગાર રમતા ૧૬ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. જયારે ર શખ્સો નાસી છૂટયા હતાં.

પ્રથમ દરોડામાં ગોંડલ ગોકુળીયાપરામાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા સીટી પી. આઇ. એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો. કો. શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા અનિલ ધીરૂભાઇ સોરઠીયા, હિતેષ ભરતભાઇ રૂપાણી તથા અરવિંદ વિરજીભાઇ સોલંકી રે. ગોંડલને રોકડા રૂ. પ૩૭૦ અને બે મોબાઇલ મળી કુલ રૂ. ૧પ,૩૭૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં જયારે બાબુ તથા ગોબર નામના શખ્સો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

બીજા દરોડામાં ગોંડલ હરભોલે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રાંદલમાંના મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા સીટી પીઆઇ એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો. કો. વિશાલભાઇ સોલંકી સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા હરેશ પ્રવિણભાઇ મકવાણા, આકાશ ઉર્ફે ભોલો શંભુભાઇ વાવડીયા, બલવંત વિઠલભાઇ રાઠોડ તથા કિરીટ ઉર્ફે લાલભાઇ વિનુભાઇ દેવમુરારી રે. ગોંડલને રોકડા રૂ. ૧૦રર૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડોમાં ગોંડલ વોરા કોટડા રોડ આવાસ કવાર્ટર નં. ૩૯પ ની સામે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા સીટી પી. આઇ. એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો. કો. જયસુખભાઇ ગરાભડીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા સુનિલ દિનેશભાઇ જોષી, સુરજ કિશોરભાઇ બાવળીયા, રવિ ઠાકરશીભાઇ મકવાણા, ઉસ્માન અબ્બાસઅલી શેખ, સાગર ઘનશ્યામભાઇ ચાવડા, પ્રવિણ રવજીભાઇ શેલડીયા, મોન્ટુ હરસુખભાઇ ભાલાળા, હાર્દીક અરવિંદભાઇ  સાકરીયા, તુષાર મુકેશભાઇ મકવાણા તથા પ્રિન્સ ઉર્ફે પીન્ટુ ચંદુભાઇ ગોંડલીયા રે. તમામ ગોંડલને રોકડા રૂ. ૧ર૦૬૦ તથા છ મોબાઇલ મળી કુલ રૂ. ૪ર૦૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)