Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વાંકાનેર બાઉન્ડ્રી અને લીંબડીના ભલગામડા પાસેથી ૨૦ લાખનો દારૂ કબ્જે

રૂની ગાંસડીની આડમાં લઇ જવાતો ૧૬.૮ બોટલ સાથેનો આઇશર ટ્રક ઝડપાયોઃ ટાટા કન્ટેનરમાં લઇ જવાતી ૪૭૫૨ બોટલો મળીઃ પાંચની ધરપકડ

ભલગામડા પાસે ઝડપાયો દારૂના બનાવમાં પકડાયેલ ચાર આરોપીની તસ્વીર : મોરબી પોલીસે ઝડપાયેલ દારૂનો મુદામાલ અને આરોપીની તસ્વીર

રાજકોટ, તા.૨૩: મોરબી પોલીસ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને રૂ.૨૦ લાખનો દારૂ ઝડપી લેતા સફળતા મળી છે.

મોરબી વાંકાનેરથી મળતા પ્રતિનિધિના અહેવાલ મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક રૂની ગાંસડીની આડમાં લઇ જવાતો ૧૬૦૮ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો એક ઈસમને ઝડપી પોલીસે ૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી આઈસર કન્ટેનર એમએચ ૦૪ એફડી ૮૮૧૪ માં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરાતી હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી જેમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એમએચ ૦૪ એફડી ૮૮૧૪ આઈસર ગાડીને રોકીને તલાશી લેતા વિવિધ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૬૦૮ મળી આવતા એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૪,૮૨,૪૦૦, આઈસર કન્ટેનર કીમત રૂ ૧૦ લાખ, ૧૫ હજાર રોકડ અને પ્લાસ્ટિક વેસ્ટ રૂ ભરેલ ગાંસડીઓ નંગ ૨૮ મળીને કુલ રૂ ૧૫,૦૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

ટ્રક ચાલક ચોખારામ તેજારામ અલશારામ ગોદારા રહે બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપીમાં માલ મોકલનાર સોનું રહે ઉદયપુર વાળાનું નામ ખુલ્યું છે તેમજ માલ મંગાવનાર કોણ છે તે દિશામાં પણ એલસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ લખધીરસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂગસીયા, ભરતભાઈ જીલરીયા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ મિયાત્રા, રણવીરસિંહ જાડેજા અને સતીષભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી.

નાઇટ દરમ્યાન લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે, સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂધ્ધસિંહ રાણા રહે.ભલગામડા તા.લીંબડી તથા અર્જુનસિંહ બળદેવસિંહ ચુડાસમા રહે.મુળ ગામ વાગડ તા.ધંધુકા હાલ રહે.મેધપર તા.અંજાર વાળાએ ભેગા મળી ટાટા કન્ટેનર ન.એચ.આર.-૪૭-બી-૬૦૩૭ વાળીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી, મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ગાડી રજી.નં. જી.જે.-૦૧-એચએલ-૭૭૪૮ વાળીથી પાયલોટીંગ કરી ભલગામડા ગામથી પસાર થઇ આગળની કોઇ જગ્યાએ વિદેશી દારૂનું કીંગ કરનાર છે. તેવી હકીકત મળતા સ્ટાફ સાથે ભલગામડા ગામે શકિત માતાજીના મંદિર પાસે વોચ ગોઠવેલ.

દરમ્યાન બંને વાહનો પસાર થતા જરૂરી આડશ કરાવી રોકી પાડેલ. અને વિદેશી દારૂ ભરેલ કન્ટેનરનો ચાલક રાજેશકુમાર નંદલાલ કોહલી (અનુજાતિ) ઉવ.૪૦ ધંધો ડ્રાઇવીંગ તથા કલીનર રણબીરસીંગ ભરતુરામ ચમાર ઉવ.૫૨ ધંધો કલીનર રહે.બંને ભતેરા, બટહરા તા.જી.જજર રાજય હરીયાણા તથા વીદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા પાયલોટીંગ કરનાર સંજયસિંહ ઉર્ફે ટીનાભાઇ અનિરુધ્ધસિંહ રાણા રહે.ભલગામડા અર્જુનસિંહ બળદેવસિંહ ચુડાસમા રહે મુળ ગામ વાગડ તા.ધંધુકા હાલ રહે મેધપર વાળાને અલ્ટો ગાડી રજી.નં. જી.જે.-૦૧-એચએલ-૭૭૪૮ સાથે ભલગામડા ગામે શકિત માતાજીના મંદિર પાસે રોડ ઉપરથી પકડી પાડી ટાટા કન્ટેનર ન એચ.આર.-૪૭-બી-૬૦૩૭ વાળીમાં તપાસ કરતા વિદેશી દારૂની (૧) રોયલ સ્ટાઇલ કલાસીક વ્હીસ્કી (ર) મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હિસ્કી (૩) રોયલ જનરલ પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કી (૪) કેપ્ટન બ્લુ વ્હીસ્કી (૫) બ્લુ સ્ટ્રોક વ્હીસ્કી ની ૭૫૦ મીલીની કાચની કંપનીની શીલબંધ કુલ બોટલો નંગ-૪૭૫૨ કી.રૂ.૧૫,૧૨,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કી.રૂ.૧૬,૦૦૦/- તથા જીઓ કંપનીનું રાઉટર કી.રૂ.૧૦૦૦/- તથા રોકડા ૫.૬૨૭૦/- તથા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર રજી. ન. એચ.આર.-૪૭-બી-૬૦૩૭ કી..૧૦,૦૦,૦૦૦/- તથા પાયલોટીંગ કરનાર અલ્ટો ગાડી રજી.નં. જી.જે.-૦૧-એચએલ-૭૭૪૮ કી.રૂ.૧,૦૦,૦૦૦/- તથા આધારકાર્ડ વિગેરે મળી કુલ ૧.૨૬,૩૬,૧૭૦/- ના મુદામાલ સાથે ચારેય ઇસમોને પકડી તેમજ સદર વિદેશી દારૂનો જથ્થો જોગી રહેદિલ્હી વાળાએ મોકલેલ હોય તમામ મુદામાલ કબ્જે કરી ઉપરોકત પાંચેય આરોપીઓ ખુલે તે ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ લીંબડી પો.સ્ટે.માં ગુન્હો રજી કરાવી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેકટર  ડી.એમ.ઢોલ તથા પોલીસ સબ ઇન્સ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નિકુલસિંહ ભુપતસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ.કોન્સ હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. અજયસિંહ વિજયસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા વિયજસિંહ બોરાણા એ રેઇડ કરી હેરાફેરી પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:31 am IST)