Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજુલામાં રેલવે સામે આંદોલનરૂપી લડત આપનાર અમરીશભાઈ ડેરને ટેકો આપતા પ્રદેશમંત્રી ચંદ્રેશભાઇ રવાણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૩: રેલવે વિભાગ સામે રાજુલા જાફરાબાદ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ઉપવાસ આંદોલન કરવામાં આવેલ છે તેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી ટેકો આપી જે લડત શરૂ રાખી છે તે યોગ્ય ગણાવી છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ચંદ્રેશભાઈ રવાણીએ સંપૂર્ણ ટેકો જાહેર કરી જણાવેલ હતું કે રાજુલા જાફરાબાદ વિસ્તારના યુવાન અને કાર્યશીલ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે રાજુલાની જનતાના હિત માટે રેલવે વિભાગ સામે છેલ્લા ૧૫ દિવસ જેવા સમય થી અનસન ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા એ અતિ યોગ્ય ગણાવ્યું છે.  રેલવે ની બિન ઉપયોગી જમીન માટે આંદોલન ખેડીયું છે.

શ્રી રવાણી એ વધુ માં જણાવેલ હતું કે રેલવેની બિન ઉપયોગી જમીન અમરીશભાઈ ડેરે માગણી સાથે આંદોલનના મંડાણ કર્યા છે તે પણ રાજુલા શહેરની જનતાના હિતાર્થ હોવાનું જણાવેલ. એટલે રાજુલા ધારાસભ્ય અમરીશભાઈ ડેરના નિઃસ્વાર્થ ભાવે લોકો માટે લડતને જબરૂ સમર્થનને ટેકો જાહેર કરી અમરીશભાઈ ડેરના લડતમાં અમરીશભાઈ ડેરનો વિજય થાય તેવી આશા વ્યકત કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણીએ અમરીશભાઈ ડેરને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ હતો.

(10:20 am IST)