Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબી - કચ્છના સાંસદના નામે કંપનીમાં ફોન કરી અઢી લાખ મંગાતા ફરિયાદ

અમદાવાદના ગઠિયાએ મંદિરના ભંડારા માટે માન કંપનીના ડાયરેકટર પાસે રૂપિયા માગ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે રૂપિયા માંગવા સંદર્ભે અમદાવાદના શખ્સ વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ થઈ છે.

અંજારમાં આવેલ જાણીતા ઉદ્યોગ ગૃહ માન કંપનીના ડાયરેકટર મનસુખાનીને ફોન કરનાર શખ્સે સીએસઆર ફંડ અંતર્ગત ગાંધીધામના એક મંદિરના ભંડારા માટે અઢી લાખ રૂપિયા માંગ્યા હતા. આ ફોન અંગે શંકા ગયા બાદ મેનેજરે તપાસ કરતાં આ ફોન ફ્રોડ હોવાનું ધ્યાને આવ્યું હોઈ સિકયુરિટી મેનેજર દિલીપસિંહ દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે.

દરમ્યાન ટ્રુ કોલરમાં મોહિત શાહ નામ દર્શાવતો આ ફોન અમદાવાદના ઉત્ત્।મનગર માં રહેતા રિતેશ ચંદ્રકાંત જોશીએ રૂપિયા પડાવવા કર્યો હોવાનું ખ્યાલ આવ્યું છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સાંસદ ના નામે ફોન કરનાર ગઠિયાને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

(10:18 am IST)