Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબીની ઓળખ સમાન નગર દરવાજા ચોકની દુર્દશા : પેવર બ્લોક લગાવવા સામાજિક કાર્યકરોની માંગ

સામાજિક કાર્યકરો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને રજૂઆત

મોરબીના નગર દરવાજા ચોકમાં ખાડાખબડા જોવા મળતા હોય છે અને મોરબીની ઓળખ સમાન નગર દરવાજા ચોકની દુર્દશા થઇ છે ત્યારે ચોકમાં પેવર બ્લોક નાખી નગર દરવાજાની શાન પાછી આવે તે માટે માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના નગર દરવાજા ચોકમાં મુખ્ય બજાર આવેલ હોય જ્યાં હાલ ખાડા ખબડા જોવા મળે છે જેથી પ્રતિદિન ખરીદી માટે આવતી હજારો મહિલાઓને પરેશાની થાય છે તેમજ શહેરનો મુખ્ય માર્ગ હોય જેથી હજારો વાહનચાલકો અહીંથી પસાર થતા હોય છે જેને હાલાકીનો સામનો કરવો પડે છે ચોમાસું આવી ગયું છે ત્યારે તાત્કાલિક પેવર બ્લોક નાખવામાં આવે અથવા તો ડામર રોડ બનાવાય તો નાગરિકોને રાહત મળે તેમ છે અગાઉ પણ અરજી કરેલ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા જનક રાજા અને અશોક ખરચરીયા સહિતના દ્વારા રજૂઆત કરવામાં આવી છે

(12:39 am IST)