Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વાંકાનેર બાઉન્ડ્રી નજીક રૂની ગાંસડીની આડમાં લઇ જવાતો ૧૬૦૮ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો: એક શખ્શને ઝડપી પોલીસે ૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી આઈસર ટ્રકમાંથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૧૬૦૮ બોટલ ઈંગ્લીશ દારૂ અને ટ્રક સહીત ૧૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી આઈસર કન્ટેનર એમએચ ૦૪ એફડી ૮૮૧૪ માં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરાતી હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી જેમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એમએચ ૦૪ એફડી ૮૮૧૪ આઈસર ગાડીને રોકીને તલાશી લેતા વિવિધ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૬૦૮ મળી આવતા એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૪,૮૨,૪૦૦, આઈસર કન્ટેનર કીમત રૂ ૧૦ લાખ, ૧૫ હજાર રોકડ અને પ્લાસ્ટિક વેસ્ટ રૂ ભરેલ ગાંસડીઓ નંગ ૨૮ મળીને કુલ રૂ ૧૫,૦૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
અને ટ્રક ચાલક ચોખારામ તેજારામ અલશારામ ગોદારા રહે બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપીમાં માલ મોકલનાર સોનું રહે ઉદયપુર વાળાનું નામ ખુલ્યું છે તેમજ માલ મંગાવનાર કોણ છે તે દિશામાં પણ એલસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે
  આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ લખધીરસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂગસીયા, ભરતભાઈ જીલરીયા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ મિયાત્રા, રણવીરસિંહ જાડેજા અને સતીષભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી

(10:45 pm IST)