Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ખાનગી સ્કૂલ-કોલેજના સ્ટાફને પૂરતો પગાર આપવા મામલે મુખ્યમંત્રીને રજૂઆત

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના મોરબીના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કરી રજૂઆત

મોરબી : રાજ્યમાં ખાનગી સ્કુલ-કોલેજના શિક્ષકો તેમજ પ્રોફેસરોને કોરોના દરમ્યાન નોકરી પર ચાલુ રાખવા તેમજ પુરતો પગાર આપવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના મોરબીના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
  કોરોનાના કારણે છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી સ્કુલ કોલેજોમાં અભ્યાસ કાર્ય બંધ છે. સરકાર દ્વારા પ્રાઇવેટ સ્કુલ-કોલેજને ૭૫% ફી લેવાની તેમજ ઓનલાઈન શિક્ષણ આપવાની છૂટ આપેલ છે. પરંતુ આમા પ્રાઇવેટ સ્કુલના સંચાલકો દ્વારા ઘણા શિક્ષકો-પ્રોફેસરોને છુટા કરવામાં આવેલ છે. તેમજ અમુક લોકોને પુરાતો પગાર ના આપીને ચાલુ રાખેલ છે. આના કારણે આવા શિક્ષકો તેમજ પ્રોફેસરોની આર્થિક હાલત ખુબ જ કફોડી થયેલ છે. ઘણા નોકરી વગરના થયેલ છે. તો કોરોના પહેલા જેટલા શિક્ષકો-પ્રોફેસરો જોબ કરતા હતા. તે તમામને ચાલુ રાખવામાં આવે અને તમામને સરકાર તરફથી પુરતો પગાર આપવા આવે તેવા આદેશો કરવા રજુઆતમાં વિનંતી કરાઈ છે.

(10:44 pm IST)