Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજ્યના ખાનગી શાળા-કોલેજના શિક્ષકો અને પ્રોફેસરોના નોકરી અને પગારના પ્રશ્ને રજૂઆત :સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી : રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન ખાનગી શાળા અને કોલેજના શિક્ષકો તથા પ્રોફેસરોને કોરોના મહામારી દરમિયાન નોકરી પર ચાલુ રાખવા તેમજ પૂરો પગાર આપવા સહિતના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે  
   ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે કોરોનાને પગલે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી શાળા-કોલેજ બંધ છે અને સરકાર દ્વારા ખાનગી શાળા અને કોલેજને ૭૫ ટકા ફી લેવાની અને ઓનલાઈન શિક્ષણ આપવાની છૂટ આઈ છે પરંતુ ખાનગી શાળાના સંચાલકોએ અનેક શિક્ષકોને છુટા કરી દીધા છે કેટલાક શિક્ષકોને પુરતો પગાર ના આપીને ચાલુ રાખેલ છે જેથી શિક્ષકો અને પ્રોફેસરો આર્થિક સમસ્યાનો સામનો કરી રહય છે જેથી કોરોના મહામારી પૂર્વે જેટલા શિક્ષકો-પ્રોફેસરો હતા તે બધાને ચાલુ રાખવામાં આવે અને સરકાર તરફથી પુરતો પગાર આપવામાં આવે તેવા આદેશો કરવા માંગ કરી છે

(7:46 pm IST)