Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વેરાવળમાં રાહુલ ગાંધીની જન્મદિને કોરોના વોરિયર્સોનું સન્માન

સુત્રાપાડા : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીના જન્મદિન નિમિતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસની ટીમ દ્વારા વેરાવળના ટાવર ચોક ખાતે કોરોનાના કપરા કાળમાં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું ગુલાબના ફૂલ આપી મીઠા મોઢા કરાવીને સન્માન કરવામાં આવેલ તેમજ જાહેર જનતાને ૧૦૦૦ માસ્કનું વિતરણ તેમજ હીદોને શ્રદ્ધાંજલી આપીને રાહુલજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે મહિલા કોંગ્રેસ અગ્રણીઓ કાજલબેન ભજગોતર, યાસ્મિનબેન ચૌહાણ, રોજીનાબેન બાનવા, કાજલબેન લાખાણી , જીજ્ઞાસાબેન રાવલ, નિર્મળાબેન ચાવડા, સહિતની મહિલા કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતાં તે પ્રસંગની તસ્વીર.

(12:50 pm IST)