Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

દ્વારકામાં ગ્રહણ બાદ બપોરે દ્વારકાધીશજીના દર્શન ખૂલ્યા

ગ્રહણ બાદ નગરજનોએ કર્યું ગોમતીસ્નાન

દ્વારકા, તા. ર૩ : સમગ્ર વિશ્વની સાથે બપોરે ૧-૩ર કલાકે દ્વારકામાં ગ્રહણ છુટી ગયા બાદ ભગવાન દ્વારકાધીશજીના મંગળા દર્શન થયા હતાં. ગ્રહણ બાદ પ્રથમ દ્વારકાના નગરજનો તથા યાત્રીકોએ ગોમતી સ્નાનમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે કર્યું હતું.

દ્વારકામાં ર ઇંચ વરસાદ દ્વારકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે કાળઝાળ ગરમી બાદ ર ઇંચ વરસાદ પડયો હતો. વરસાદની સાથે જ દ્વારકાના માર્ગો ઉપર પાણી ફરી વળેલ હતા. શહેરીજનોએ રવિવાર તથા ગ્રહણ હોય રથની મોજા વરસાદ સાથે માળી હતી.

(11:50 am IST)