Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જેતપુર પાસે શંકાસ્પદ લોખંડના તારના જથ્થા સાથે બે પકડાયા

જેતપુર, તા., ર૩: જેતપુર પાસે તાલુકા પોલીસે શંકાસ્પદ લોખંડના તાર સાથે નીકળેલ બે શખ્સોને ઝડપી લીધા હતા.

તાલુકા પોલીસ સ્ટાફ ચોકીધાર ચેક પોસ્ટ પર ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતા ત્યારે વાહન ચેકીંગ દરમ્યાન સામેથી આવતી બોલેરો કારને શંકાના આધારે રોકી બોલેરોની તલાસી લેતા એલ્યુમીનીયમના તારના ફીંડલા ૧૧૦૦ કિલોના કિંમત રૂ. ૩૧,પ૦૦ નો પડેલ હોય જે અંગે પુછપરછ કરતા કોઇ યોગ્ય જવાબ નહી મળતા બોલેરો વાનમાં બેઠેલ બે શખ્સો દાઉદ હનીફભાઇ ઘાંચી  તેમજ અબુ ઇસ્માઇલ ભાઇ ઘાંચી તેમજ અબુ ઇસ્માઇલભાઇ ઘાંચી (રહે. બન્ને માંગરોળ )ની એલ્યુમીનીયમ ના તાર તેમજ બોલેરો વાન નં૦. જીજે. રપ-પ૧૮૦ મળી કુલ રૂ. ૩,૩૧,પ૦૦ના મુદામાલ સાથે અટક કરી આગળની કાર્યવાહી ભુરાભાઇ માણીવાડે હાથ ધરી છે. (૪.૨૧)

 

(4:16 pm IST)