Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પક્ષનો અનાદર કરતા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત ૧૬ સદસ્યોને કારણદર્શક નોટીસ ફટકારી

મોરબી તા. ૨૩ : મોરબી જીલ્લા પંચાયતમાં હોદેદાર કોણ બનશે સત્તાની ખેંચતાણ અને ચરમસીમાએ પહોંચેલા જુથવાદ બાદ આખરે જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના ઙ્ગકિશોરભાઈ ચીખલીયા અને ઉપપ્રમુખ તરીકે ગુલામભાઈ પરાસરા ચૂંટાઈ આવ્યા છે. પક્ષનો અનાદર થયો હોવાથી ૧૬ સદસ્યોને પક્ષે કારણદર્શક નોટીસ ફટકારી હોવાનું સુત્રોથી જાણવા મળ્યું છે

મોરબી જીલ્લા પંચાયતની હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન બની રહેલી ચુંટણી જીલ્લા કલેકટર આર.જે.માકડિયા અને ડીડીઓ એસ.એમ.ખટાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસને ભાજપ સાથે કોઈ ટક્કર ના હતી ૨૪ માંથી ૨૨ સદસ્યો સાથે કોંગ્રેસનો દબદબો છે જોકે પક્ષના બે દિગ્ગજ નેતા વચ્ચે ખુરશીની રેસ લાગી હતી પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને મુકેશભાઈ ગામીએ દાવેદારી નોંધાવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો હતો જોકે કોંગ્રેસના ૧૬ જેટલા સદસ્યોએ વ્હીપ સ્વીકારવા ઇનકાર કર્યો હતો ૨૪ માંથી ૨૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસના જુથવાદની ચરમસીમા જોવા મળી હતી અને પક્ષ દ્વારા મેન્ડેટ મુકેશભાઈ ગામીને આપવામાં આવ્યો હોવા છતાં કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના જૂથ દ્વારા એકતરફી મતદાન કરતા કિશોરભાઈ ચીખલીયા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જયારે ઉપપ્રમુખ તરીકે પક્ષ દ્વારા હસુભાઈ મુછડિયાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું પરંતુ ઉપપ્રમુખ તરીકે ગુલામભાઈ પરાસરા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ બાબતે ઉચ્ચ લેવેલ રજૂઆત થતા કોંગ્રેસ પક્ષે ૧૬ સદસ્યોને કારણદર્શક નોટીસ આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે

જીલ્લાનું સંગઠન મનસ્વી રીતે કામ કરે છે : કિશોર ચીખલીયા

મોરબી જીલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ સંપર્ક કરતા તેમને કહ્યું હું કે અમને હજુ કોઈ નોટીસ મળી નથી અને જીલ્લાના સંગઠનને આડેહાથ લીધું હતું અને જણાવ્યું હતું કે જીલ્લા સંગઠન કયારેય સદસ્યોનો સંપર્ક કરતુ નથી અને સાથે રાખતા નથી ચુંટણી પૂર્વે પણ એક સંગઠન દ્વારા કોઈનો સંપર્ક કરવામાં આવ્યો નથી અને મનસ્વી રીતે સંગઠન કામ કરે છે જોકે તેઓ કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં રહેવાના છે તેમ પણ અંતમાં ઉમેર્યું હતું.તો કોંગ્રેસના જે સદસ્યને મેન્ડેટ આપવામાં આવ્યું હતું તેણે ભાજપના બે સદસ્યોનો ટેકો પણ લીધો હતો તેવો પણ આક્ષેપ કર્યો હતો

સોનલબેન જી.જ જાકાસણીયા, પ્રભુભાઈ મશરૂભાઈ ઝીઝુવાડીયા, નિર્મલાબેન ભીખુભાઈ મઠીયા, અમુભાઈ રાણાભાઇ હુબલ, શારદાબેન રાજુભાઈ માલકિયા ૬ મનીષાબેન એમ સરાવડીયા, ધર્મેન્દ્ર જસમતભાઈ પટેલ, હીનાબેન એચ ચાડમિયા, જમાનબેન એન. મેઘાણી, ગીતાબેન જગદીશભાઈ દુબરિયા, કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા, મહેશભાઈ પ્રેમજીભાઈ રાજકોટિયા, હરદેવસિંહ દીલ્વાર્સિંહ જાડેજા, કુલસુમબેન અકબર બાદી, ગુલામ અમી પરાસરા, પીન્કુબને રાજેશભાઈ ચૌહાણને નોટીસ ફટકારી છે.(૨૧.૧૯)

(4:16 pm IST)