Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

યોગએ પ્રાચીન, શારિરીક માનસિક, આધ્યાત્મિક પ્રણાલીઃ બી.એસ.ઘોડાસરા

જુનાગઢમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

જુનાગઢ, તા.૨૨: સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૧ મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ જેનાં ઉપલક્ષ્યમાં રાજય સરકારશ્રી તરફથી પણ આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો નિર્ધારીત થતાં જિલ્લા તથા તાલુકા સ્તરે પણ કાર્યક્રમો કરવા નક્કી કરવામા આવેલ છે. સવારે ૬-૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જૂનાગઢ ખાતે વિશ્વ યોગ દિવસનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગુજરાત રાજય બીન અનામત વર્ગ શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમનાં ચેરમેનશ્રી બી.એચ.ઘોડાસરાની ઉપસ્થિતીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશકિતબેન મજમુદાર, જિલ્લા કલેકટરડો. સૈારભ પારદ્યી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિલેષ જાજડીયા, જૂનાગઢ મ્યુનિ. કમિશ્નરશ્રી પ્રકાશ સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી પરેશ અંતાણી, નાયબ વનસંરક્ષકશ્રી બેનવાલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાણા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પટેલ, અગ્રણીશ્રી યોગેન્દ્રસીંહજી પઢીયાર,નાયબ માહિતી નિયામક રાજુ જાની, પ્રાંત અધિકારી જવલંત રાવલ,જિલ્લાનાં વરીષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ તાલીમ કેન્દ્રનાં જવાનો અને જૂનાગઢનાં પ્રબુધ્ધ નગરજનો આ પ્રસંગે ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

કાર્યક્રમનાં પ્રારંભેરાજય બીન અનામત વર્ગ શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમનાં ચેરમેનશ્રી બી.એચ.ઘોડાસરાએ વિશ્વયોગ દિવસની જૂનાગઢ જિલ્લાની ઉજવણીનો દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી જણાવ્યુ હતુ કે યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારતદેશ છે, આજે જૂનાગઢ જિલ્લામાં જિલ્લામાં ૧૫૬૯ કેન્દ્રો ખાતે સવા બે લાખ ઉપરાંત લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાઇને મન અને શરીરની એકતા વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ કેળવશે. યોગ ફકત કસરત ન રહેતા આપણા અંતઃકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું માધ્યમ બની રહ્યુ છે. ત્યારે આપણી જીવનશૈલીમાં બદલવા લાવવા આવો આજ થી જ યોગને અપનાવી જીવનને નવી દિશા તરફ પ્રયાણ કરાવીએ તેમ જણાવી સૈાને શુભકામના પાઠવી હતી.    

 કાર્યક્રમનાં પ્રારંભે જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીએ સૈા યોગપ્રેમી નગરજનો અને સમાજશ્રેષ્ઠીઓ અને અતિથીઓને આવકારી જિલ્લામાં થઇ રહેલી યોગ દિવસની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લાનાં નવેય તાલુકા મથકો પર, નગરપાલીકા કક્ષાએ, ગ્રામપંચાયત કક્ષાએ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજ, યુનિવર્સિટીઓ, આઇ.ટી.આઇ, એન.સી.સી., પોલીસ તાલીમ કેન્દ્રો, સેવાભાવી સંસ્થાઓ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે.યોગ એ શરીર અને આત્મના જોડાણનું માધ્યમ છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે.યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે.

     જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી પ્રસંગે યોગ નિષ્ણાંત તરીકે સેવા આપનાર જીજ્ઞેશ નિમ્બાર્ક, ડો. હારૂન વિહળ અને પોલીસ બેડાનાં પ્રદિપ નિમાવતને શ્રી બી.એચ.ઘોડાસરા અને મહાનુભાવોનાં હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. સૈા યોગાભ્યાસુઓએ યોગદિવસ નિમિત્ત્।ે નિયમિત યોગને જીવનમાં સ્વીકૃત કરવા સંકલ્પ લીધો હતો.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા રમત ગમત અધિકારીશ્રી જયાબેન ખાંટ, શ્રી ઉપેન્દ્રસિંહજી રાઠોડ, શ્રી વિશાલ દિહોરા અને ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રવચન-સંદેશનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતુ.

(12:04 pm IST)