Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

બાળકોના વિકાસનો પાયો શિક્ષણ છે તેને મજબુત બનવવા સાંસદ કાછડીયાની અપીલ

અમરેલીના રોકડીયા પરામાં ધો-૧ માં ૨૮ આંગણવાડીમાં ૩૧ બાળકોને પ્રવેશ અપાયો

અમરેલી, તા.૨૩: સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અમરેલી સ્થિત રોકડીયાપરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાછડીયાએ કહ્યું કે, શિક્ષણમાં કેટલાક ક્રાંતિકારી પરિવર્તન અને રચનાત્મક પરિમાણો ઉમેરવામાં ગુજરાત રાજય એ એક દ્રષ્ટાંત પૂરૃં પાડ્યું છે. રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે ત્યારે શાળામાં મળતી સવલતો અને ગુણવત્ત્।ાયુકત શિક્ષણથી બાળકોને નિયમિત રીતે શાળાએ આવવા માટે પ્રોત્સાહન મળી રહે છે.

સાસંદશ્રીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલીના રોકડીયાપરા પ્રાથમિક શાળા  ખાતે ૧૪ કુમાર અને ૧૪ કન્યાઓ સહિત કુલ ૨૮નું ધો.૧માં નામાંકન કર્યુ હતુ. ૧૬ કુમાર અને ૧૫ કન્યાઓ સહિત કુલ ૩૧ને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જે.પી. સોજીત્રાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.

શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્ય તું બડા મહાન હૈ, સાંસ્કૃત્ત્િ।ક કૃત્ત્િ।ઓ તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃતવચન પાણી બચાવો-પાણીનું મહત્વ રજૂ કર્યુ હતુ. તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. સાસંદશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને કીટ અને પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.  કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થી-વિદ્યાર્થીનિએ કર્યુ હતુ. આચાર્યશ્રી દિનેશભાઇ વ્યાસે શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.

કાર્યક્રમમાં સીડીપીઓશ્રી જયોતિબેન પાનસુરીયા, જિલ્લા શાસનાધિકારીશ્રી ચુડાસમા,  શ્રી ભરતભાઇ બાવીશી, વાલી સમિતિના અધ્યક્ષશ્રી રમેશભાઇ મકવાણા, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ, શાળાના શિક્ષકશ્રીઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:03 pm IST)