Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મહિલાઓ વધુ વાંચન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરેઃ ડી.ડી.ઓ ડોબરીયા

અમરેલી ખાતે ચુટાયેલા મહિલા સદસ્યોને કાયદાવિષયક જ્ઞાન અપાયું

અમરેલી, તા.૨૩: ગુજરાત રાજય મહિલા આયોગ-ગાંધીનગરના ઉપક્રમે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટાયેલા મહિલા સદસ્યોની કાયદાકીય જાગૃત્ત્િ। શિબિર યોજવામાં આવી હતી.

કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એમ. ડોબરીયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માંકડે દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકયો હતો.

 ડોબરીયાએ કહ્યું કે, મહિલાઓ કાયદાકીય બાબતોથી જાગૃત્ત્। થાય અને મહિલા સશકિતકરણ થાય તે ઉદ્દેશ્ય સાથે કાયદાકીય જાગૃત્ત્િ। શિબિર યોજવામાં આવે છે. જ્ઞાન એ શકિત છે ત્યારે મહિલાઓએ વધુ વાંચન કરવા અને અવનવી તેમજ આધુનિક માહિતી અને વિગતોથી અવગત રહેવા અપીલ કરી હતી.

મહિલા આયોગ-ગાંધીનગરના સિનીયર ઓફિસરશ્રી દક્ષાબેન સીસોદીયાએ મહિલા આયોગની કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે કાયદાકીય બાબતોનો વ્યવહારિક રીતે ઉપયોગ કરવો જોઇએ. તેમણે મહિલાઓને આંતરિક શકિતઓનો યોગ્ય ઉપયોગ કરી સામાજિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસોમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.  તેમણે સંકટ વખતે નં.૧૮૧ અને નં.૧૦૦ મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કરવા જણાવ્યું હતુ.

દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી જાખણીયાએ, દહેજ પ્રતિબંધક કાયદો, મહિલાના અધિકારો, સમાજ સુરક્ષા વિભાગની અને વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્રની કામગીરી વિશે જણાવ્યું હતુ.

મહિલા આયોગના જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી જસુબેન ભંડેરીએ મહિલા આયોગના ઉદ્દેશ્યો જણાવ્યા હતા. ૧૮૧ અભયમ હેલ્પલાઇન બાબતે કાઉન્સીલરશ્રી રૂબિનાબેન બ્લોચે વિગતો આપી હતી. આસિ. મહિલા કો-ઓર્ડિનેટરશ્રી સ્નેહલબેન રાઠોડે મિશન મંગલમ અને તેની વિગતો આપી હતી. 

રોકડીયાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મનુષ્ય ગૌરવગાન અને સાંસ્કૃત્ત્િ।ક કૃત્ત્િ।ઓ રજૂ કરી હતી. સંચાલન શ્રી ભાવનાબેન પટેલે કર્યુ હતુ. શાબ્દિક સ્વાગત નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માંકડે કર્યુ હતુ.

કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિમિષાબેન દવે, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખશ્રી કોમલબેન બારૈયા, કોરાટ દક્ષાબેન, પ્રજ્ઞાબેન સેજપાલ, ચૂંટાયેલા મહિલા સદસ્યો સહિતની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

(12:03 pm IST)