Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ધોરાજીઃ ભાદર કાંઠાના ભૂખી અને બીજા ગામોને કેમીકલ યુકત પાણીનો ઉપયોગ કરવો પડે છેઃ ચામડીના રોગોનો ભય

ધોરાજી તા. ર૩: ધોરાજી તાલુકાના ગામોમાં પીવાના શુધ્ધ પાણીને લઇ મારી સ્કુલ પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી ગ્રામ્ય પંથકના ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો છે.

ધોરાજી તાલુકાના ૩૦ ગામોને પીવાનું શૂધ્ધ પાણી મળી રહે તેવા હેતુસર રાજય સરકાર દ્વારા ભાદર-ર ડેમમાંથી પાઇપલાઇન વાટે ફિલ્ટર પ્લાન્ટમાં થઇ તાલુકાના ૩૦ ગામોમાં પાણી સપ્લાઇ થાય તે માટે કરોડોના ખર્ચે ફીલ્ટર પ્લાન અને પાઇપ લાઇન નાખવામાં આવી હતી જેમાં પાણી સપ્લાઇ થવાનુ પણ શરૂ થયું પરંતુ ભાદર-રમાં કેમીકલ યુકત પાણી હોવાથી તેનું ફીલ્ટરાઇઝેશન કરવું અશકય છે. ડહોળુ પાણી ફિલ્ટર થાય પરંતુ કેમીકલ યુકત ઝેરીયુ અને દુર્ગધ મારતું પાણી ધોરાજી તાલુકાના ગામોમાં ઉપાડવાનું બંધ છે. ૩૦ ગામો પૈકી ૩ ની ૪ જેટલા ગામોને ફરજીયાત પાણી લેવુ પડે છે. બાકીના ગામોમાં સ્થાનીક કુવાઓ કે આવા એચેન્જથી પાણીની વ્યવસ્થા કરી હતી.

ધોરાજી તાલુકાનુ ભુખી ગામ જે ભાદર કાંઠે આવેલ છે તેમજ કાંઠાના બીીજા ગામને શુધ્ધ પાણી મળતુ નથી અને કેમીકલયુકત પાણી પીવા ફરજ પડે છે અને લોકોનું આરોગ્ય જોખમાઇ છે. આ ઉપરાંત ઝેરીયા પાણીની ચામડીના રોગો અને અન્ય ગંભીર રોગો થવાની શકયતા વધી જાય  છે. ભુખી ગામે શાળાના તાલુકાથી લઇને ગામના વડીલોને આવુ પાણી પીવા મજબુર થવું પડેછે. આ બાબતે સરકારે સત્વરે યોગ્ય પગલા લેવા જોઇએ તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

કેમીકલયુકત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ રોષભેર જણાવેલ કે સરકારની કરોડોની જુથ યોજના પર જેતપુર ડાઇંગના કેમીકલ યુકત કદડાથી પાણી ફેરવાઇ ગયું છે આ પાણી ન પીવામાં કે નથી સીંચાઇમાં શાળાનું જેતપુરના ડાઇંગ પ્રોસેસ વાળા ભાદર નદીમાં બેફામ બેખોફ કેમીકલ વાળુ પાણી ગેરકાયદે ઠલવી રહ્યા છે. સરકાર તેની સામે આંખ મીચામણા કરેછે. આ ઉપરાંત ધોરાજી તાલુકાના વિધિવ ગામોમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે જરૂરીયાત મંદ ગામોની સરકારી શાળામાં ફીલ્ટર પ્લાન વસાવા માટે ગ્રાન્ટ ફાળવી દીધી છે.

(12:01 pm IST)