Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ફરેણીની સ્વામિનારાયણ વિદ્યાપીઠમાં સામુહિક યોગા

 ધોરાજી : તાલુકાના ફરેણી ગામે શ્રી સ્વામીનારાયણ વિદ્યાપીઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, અક્ષર વલ્લભદાસજી સ્વામી, કોઠારી ચત્રભુજ સ્વામી, પાર્ષદો, હરિભકતો તેમજ સ્વામીનારાયણ વિદ્યાપીઠ (સીબીએસઇ) ઇંગ્લીશ મીડીયમના પ્રિન્સીપાલ શ્રી નિવાસ મડડી, ગુજરાતી માધ્યમના પ્રિન્સીપાલ રાજુભાઇ બેરા,સંસ્થાના એડમીનીસ્ટ્રેશન મહેશભાઇ ટાંક સહિતનાની ઉપસ્થિતિમાં  યોગ આશ્રમ નેચર કયોર સેન્ટરથી ઉપસ્થિત ડો.રાહુલ ભટ્ટ, ડો. મનીષ તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકાયા બાદ યોગનું મહત્વ તથા ફાયદા વિશે વિદ્યાર્થીૈઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને યોગ શીખવવા સાથે સાથે આકાશમાં ફુગા ઉડાડવામાં આવ્યા હતા. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં યોગ પર વિદ્યાર્થીઓએ વકતવ્ય આપી યોગદિનની ઉજવણી કરી હતી. તે તસ્વીરોમાં દર્શાય છે.

(12:01 pm IST)