Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ધ્રાંગધ્રા તાલુકાના ૧૮ ગામના લોકો પીવાના પાણી મુદ્દે આંદોલન કરશે

વરસાદ ખેંચાતા નર્મદા કેનાલમાં પાણી છોડવા માંગ : નવલગઢ, પૃથુગઢ, ખાંભડા સહિતના ગામના લોકોએ કલેકટરને રજૂઆત કરી

વઢવાણ, તા. ર૩ : ધ્રાંગધ્રા તાલુકાના ૧૮ ગામોમાં પીવાના પાણી તંગી સર્જાતા રોષે ભરાયેલા ગ્રામજનો પાણી આપવાની માંગ સાથે સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ ધસી આવ્યા હતા. દેવચરાડી, કોંઢ, કલ્યાણપર, ગુજરવદી, જશાપર સહિત ૧૮ ગામોના લોકોને હાલ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.

નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી છે. આવેદનપત્રમાં તેમણે જો આગામી સાત દિવસમાં પાણી આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી મેઘરાજાની પધરામણી થઇ નથી ત્યારે અનેક વિસ્તારોમાં પાણી માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

(12:00 pm IST)