Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ઘોઘાના તગડી ગામે દેખરેખ રાખતા શખ્શે ફેકટરીમાંથી ૮ લાખનો માલ બારોબાર વેચી નાખ્યો

ભાવનગર તા. ર૩: ભાવનગરમાં ફેકટરીમાં દેખરેખ રાખનાર શખ્સે ફેકટરીમાંથી રૂ. ૮ લાખનો માલ બારોબાર વેચી રૂપિયા આઠ લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કાળીયાબીડ વિસ્તારમાં ઓશીયન પાર્કમાં રહેતા અને ઘોઘા તાલુકાનાં તગડી ગામે ઓમ મીનરલ નામની ફેકટરી ધરાવતાં હેતરાજસિંહ સંજયસિંહ જાડેજાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે માલપર ગામનાં દિવ્યરાજસિંહ અનોપસિંહ સરવૈયા તેની ફેકટરીની દેખરેખની જવાબદારી સંભાળતાં હતાં અને તેને ગઇ તા. ૬/૬ બાદ કોઇપણ સમય ગાળામાં ફેકટરીમાં રહેલ શેડ, પેનલબોર્ડ, એચ.પી. મોટર, ઘંટી, બેલ્ટ તેમજ હલર સહિતની વસ્તુઓ પોતાની જાણ બહાર બારોબાર વહેંચી તેના રૂપિયા આઠ લાખ નહિં આપી છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કરેલ છે છેતરપીંડી કરનાર દિવ્યરાજસિંહ તેનો સગો થતો હોય તેને ફેકટરીની દેખરેખની જવાબદારી સોંપી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:59 am IST)