Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ઉનાના માઢ ગામે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યુઃ ઓવર બ્રીજની માંગણી

હાઇવે ક્રોસ કરીને બાળકોને શાળાએ જવું પડેઃ અકસ્માતનો ભય

ઉના તા.૨૩: ઉના તાલુકાના માઢ ગામનાં વાલીઓએ તેમના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.

નેશનલ હાઇવે વાળા ઓવરબ્રિજની મંજુરી આપે અથવા શાળા ગામમાં ફેરવાયા પછી બાળકો શાળાએ મોકલાશે તેવી ચીમકી આપી છે.

માઢ ગામ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ગામ છે. રોડ પાંચ મીટર ઉંચો બની ગયો છે. પ્રાથમિક શાળા ગામનાં સામાકાંઠે આવેલ છે. ગામનાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં ધો.૧થી ૮માં ભણવા જાનના જોખમે રોડ ક્રોસ કરીને જાય છે. ચકાજામ કર્યા પદી નતો કોઇ નેશનલ હાઇવે રોડના અધિકારી આવ્યા કે ન જિલ્લા કે તાલુકાનાં શિક્ષણ ખાતાનાં અધિકારી પ્રશ્નો હલ કરવા આવ્યા નહી તેથી ગામનાં વાલીઓએ તેમના ૨૦૦ થી વધુ બાળકોને નિશાળે મોકલવાનું બંધ કરી દેતા નિશાળમાં શિક્ષકો હાજર હતા પરંતુ વિદ્યાર્થીઓ એક પણ ન આવતા શિક્ષણકાર્ય શરૂ થઇ શકયું ન હતું.

જયાં સુધી નેશનલ હાઇવે રોડ ઉપર માઢગામ પાસે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા મંજુરી નહી આપે અથવા શાળા ગામમાં બદલાવે પછી શિક્ષણકાર્ય શરૂ કરાશે તેમ ગામનાં સરપંચ તથા ગ્રામજનોએ જણાવેલ છે.

(11:57 am IST)