Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અંજારમાં 13 વર્ષીય સગીરાને એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપીને બળાત્કાર; આરોપી 16 વર્ષના સગીરની ધરપકડ

કચ્છના અંજાર શહેરમાં એક 13 વર્ષીય છોકરીને એનેસ્થેશિયાનું ઈન્જેક્શન આપી તેના પર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. અને આ જઘન્ય કૃત્ય કરનાર તેના 16 વર્ષીય મિત્રની પોલીસે ધરપકડ કરી છે પીડિતા એ પોતાના માતા પિતાને આપવિતી જણાવતા. આ વાત ભાંડો ફુટતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

અંજાર પોલીસ મથકના પીએસઓ અશોકસિંહ સોલંકીએ સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.18 જુનના 6.30 થી 10 વાગ્યાના અરસામાં શેખટીમ્બા વિસ્તારમાં સ્કુલ પાસે રહેતી  ભક્તિ નવીન હડિયા નામની મહિલા 13 વર્ષીય સગીર બાળાને પોતાના ઘરે લઇ ગઇ હતી જ્યાં તે સગીરાને એક રૂમમાં પુરી દેવાઇ હતી, ત્યારબાદ ભક્તીનો બોયફ્રેન્ડ જે મેડિકલ લાઇન સાથે સંકળાયેલો છે તેણે આ સગીરાને કોઇ ઇન્જેક્શન આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું

 13 વર્ષીય આ છોકરી પર 17મી જૂનના રોજ રેપ કરવામાં આવ્યો હતો પરંતુ એનેસ્થેસિયાની અસરને કારણે તે પોતાના માતા-પિતાને આની જાણ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી. 21મી જૂનના રોજ તેણે પોતાના માતા-પિતાને આખી વાતની જાણ કરી.

મળતી માહિતી પ્રમાણે રેપ પીડીતા કિશોરી તેની પિતરાઇ બહેન ભક્તિ દ્રારા આ યુવકના સંપર્કમાં આવી હતી.બનાવના દિવસે પીડીતાની બહેને તેને સ્કુલમાં જવાને બદલે પોતાના ઘરે બોલાવી હતી,જ્યાં આરોપી ટીનેજ છોકરો ત્યાં પહેલાથી પહોંચી ગયો હતો.

  મળતી માહિતી પ્રમાણે રેપ પીડીતા કિશોરી તેની પિતરાઇ બહેન ભક્તિ દ્રારા આ યુવકના સંપર્કમાં આવી હતી.બનાવના દિવસે પીડીતાની બહેને તેને સ્કુલમાં જવાને બદલે પોતાના ઘરે બોલાવી હતી,જ્યાં આરોપી ટીનેજ છોકરો ત્યાં પહેલાથી પહોંચી ગયો હતો.

 કિશોરે પીડીતાને એનેસ્થેસિયાનું ઇંજેક્શન આપ્યું હતું,જેની અસરના કારણે સગીરાની કમરથી નીચેનું શરીર બહેર મારી ગયુ હતું.કિશોરે આ તકનો લાભ ઉઠાવીને તેની પર રેપ કર્યો હતો અને દુષ્કર્મ કર્યા બાદ  રેપ કર્યા બાદ કિશોરે પીડીતા છોકરીને રોડ પર મુકી દીધી.

બીજી તરફ છોકરી લાંબા સમયથી ઘરે ના આવતાં તેનો પરિવાર ચિંતામાં આવી ગયો હતો.છોકરીની સ્કુલ બેગ અને યુનિફોર્મ પણ ઘરે હોવાથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી.પરિવારને પીડીતા રસ્તામાં જ મળી હતી અને તે ચાલી પણ શકતી નહોતી.છોકરીની સ્થિતિ એટલી ખરાબ હતી કે તે ત્રણ દિવસ સુધી વાત પણ નહોતી કરી શકી.

જો કે એ પછી પરિવારને આ કમનસીબ ઘટનાની જાણ થતાં તેમણે પોલિસને જાણ કરી હતી.

(11:55 am IST)