Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જામજોધપુરના પૂ. જેન્તીરામ બાપાને ધર્મભૂષણ એવોર્ડ

જુનાગઢ : હાઉસ ઓફ કોમન્સ -લંડનમાં પૂજય શ્રી જેન્તીરામ બાપા સત પુરણધામ આશ્રમ-ધુનડા ને એમના બ્રિટનનાં પ્રવાસ દરમિયાન તેમનાં દ્વારા ભારતનાં અધ્યાત્મ રસને વૈશ્વિક સ્તરે સમર્પિત પણે લઇ જવાં અને સમાજ માટે તેઓનાં કલ્યાણકારી યોગદાન માટે ''ધર્મ ભૂષણ'' એવોર્ડથી શ્રી સિમોન ઓવેન્સ (બ્રિટનનાં રાણીનાં પ્રતિનિધિ) શ્રી બોબ બ્લેકમેન (મેમ્બર ઓફ પાર્લામેન્ટ, હેરો ઇસ્ટ- લંડન) સનાતન ધર્મભૂષણ પરમ પૂજય શ્રી રાજરાજેશ્વર ગુરુજી(ધર્મ મંત્રી અને આધ્યાતિમક અગ્રણી) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.(તસ્વીર-અહેવાલઃ વિનુ જોષી, જુનાગઢ)

(11:55 am IST)