Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફસ્ટેઇડ તાલીમ કેમ્પમાં જોડાશે ભાવનગર

ર૦ શાળાના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ તાલીમ મેળવશે

ભાવનગર તા. ર૩: સ્કાઉટીંગ પ્રવૃતિનો મુદ્રાલેખ છે ''થા તૈયાર'' સ્કાઉટ ગાઇડ પણ કોઇપણ પરિસ્થિતિમાં હંમેશા તૈયાર રહે છે. આયાત-કાલીન વ્યવસ્થા, પ્રાથમિક સારવાર તે આ પ્રવૃતિનું અંગ છે તે બાબતને ધ્યાને લઇ ડિઝાસ્ટર મેનેજમેન્ટ-પ્રાથમિક સારવારનું પ્રત્યક્ષ જ્ઞાન મળે અને બાળકોને શિખવા મળે તેવા શુભ આશયથી ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા શિશુવિહારનાં સહયોગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફસ્ટેઇડ તાલીમ કેમ્પનું આયોજન રવિવારે સવારે ૯ થી પ દરમ્યાન શિશુવિહાર સંસ્થા ખાતે કરવામાં આવેલ છે.

સવારે ૯-૧૦ કલાકે ધ્વજવંદન અને દિપ પ્રાગટય દ્વારા કાર્યક્રમની શરૂઆત થશે અને ડિઝાસ્ટર અંગેનું ડેમોસ્ટેશન સ્કાઉન્ટ-ગાઇડને શિશુવિહારની ટીમ બતાવશે ત્યારબાદ કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને ગાઠો, ોપાટા, સ્ટ્રેચર, લીફટીંગ, પ્રાથમિક સારવાર બોક્ષ વિગેરેનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવશે તેમજ સ્કાઉટ-ગાઇડને કુદરતી આવતી સમયે સ્વ બચાવ કેમ કરવો બીજા લોકોને કેવી રીતે મદદરૂપ થવું શું સાવચેતી રાખવી તે તમામ બાબતોની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે

(11:54 am IST)