Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મીઠાપુર જામનગરના સાંસદ પુનમબેન માડમ માધવ પાંજરાપોળ ગૌશાળાની શુભેચ્છા મુલાકાતે

મીઠાપુર, : ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ સુરજકરાડી ખાતે આવેલી શ્રી માધવ પાંજરાપોળ ગૌશાળા આશરે ૧પ વર્ષોથી તેમની સેવાકીય પ્રવૃત્તિઓ થી જાણીતી છે. ગત તારીખ રર-૬-ર૦૧૮ના રોજ ઓખાનગરપાલિકા દ્વારા બે વનનિર્મિત સંકુલોના લોકાર્પણમાં પધારેલા જામનગર ભાજપના સંસદ સભ્ય અને અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શ્રી પુનમબેન દ્વારા માધવ ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ તકે ગૌશાળાના પ્રમુખ શ્રી મુકુંદભાઇ, શ્રી પરિમાલભાઇ, શ્રી રાજુભાઇ, શ્રી ચેતનભાઇ, શ્રી અશોકભાઇ, શ્રી દિવ્યેશભાઇ વગેરે જેવા અગ્રણીઓ હાજર રહ્યા હતા. પુનમબેન દ્વારા આ મુલાકાત દરમ્યાન સર્વે સેવા કરનારાઓને બિરદાવી પોતાના જેવી કઇ પણ જરૂર હોય તો નિસંકોચ કહેવા માટેની વાત કરી હતી.

(11:52 am IST)