Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ભાવનગર પાસે બે બાઇક અથડાતા યુવાનનું મોત

ભાવનગર : તળાજા રોડ પર ભડી-ભંડારીયા ગામ વચ્ચે પુરપાટ ઝડપે જઇ રહેલા બે બાઇક અથડાતા બાઇક પરથી બે યુવાનો રોડ પર ફંગોળાયા હતા જે પૈકી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. મૃત્યુ પામનાર યુવાન લાલુભાઇ મકાભાઇ ઉ.વ.રપ રહે. ભંડારીયાનો હોવાનું અને ઇજાગ્રસ્ત યુવાન કપીલભાઇ ભવાનભાઇ ઉ.વ. રર હોવાનું ખૂલવા પામ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:51 am IST)