Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવઃ વરસાદ ખેંચાતા લોકો ચિંતીત

ભીમ અગિયારસના દિવસે કેરીનાં ભાવ ઉંચકાયાઃ મેઘરાજાને રીઝવવા જૂનાગઢમાં હનુમાન ચાલીસા પાઠ-વેરાવળના વેપારીઓ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર સુધી પદયાત્રા

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે. અને ભીમ અગીયારસના દિવસે સુધી પણ વરસાદ ખેંચાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

મેઘરાજાને રીઝવવા વેરાવળના વેપારીઓ દ્વારા શ્રી સોમનાથ મહાદેવ સુધીની પદયાત્રા આજે યોજાશે.

જુનાગઢ

જુનાગઢ : સાંજે ૬ થી ૮ રેડક્રોસ સોસાયટી ગ્રાઉન્ડ આઝાદ ચોક ખાતે આજે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

વરસાદ ખેંચાયો છે અને લોકો ચાતક નજરે તેની રાહ જોઇ રહ્યા છે, વરસાદના અભાવે લોકોમાં ચિંતા વધી રહી છે. ત્યારે વરસાદ આવે તે માટે વરૂણદેવને રીઝવવા ઇશ્વરના શરણે જઇ પ્રાર્થના કરીએ, અને સમગ્ર જીવ સૃષ્ટી પર દયા કરે તે માટે સાંજે ૬ થી ૮ રેડક્રોસ સોસાયટી ગ્રાઉન્ડ આઝાદ ચોક ખાતે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે તો સર્વ ધર્મપ્રેમી પ્રજાજનોને પધારવા નિમંત્રણ પાઠવાયું છે.

ધોરાજી

ધોરાજી : દર વર્ષ ચોમાસુ ભીમ અગીયારસ પહેલા વાવણી લાયક વરસાદ થઇ જાય છે. પણ આ વર્ષ વરસાદ કયારે મહેરબાન થાય અને કયારે રૂકે એ કહેવું કઠીન છે. આ વર્ષ ચોમાસુ સીસાયુ છે. જુનની ૧પ તારીખ આસપાસ વાવણી લાયક વરસાદ થાય છે. પણ આ વર્ષે જુન પુરો થવા આવ્યો આદ્રા નક્ષત્ર બેસી ગયુ છે. છતાં વરસાદનું નામોનિશાન નથી ધોરાજી પંથકમાં વરસાદ અને પાણીની સમસ્યાને લીધે ચોમાસુ સિઝનના વાવેતરને જબર ફટકો પડશે ખેડૂતોએ ઓરવીને મગફળી કપાસનું વાવેતર કર્યુ છે અને તે ઉગી ગયુ છે. તેને બચાવા ખાસ વરસાદ જોઇએ જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ ન પડે તો ઓરવેલ પાકને મોટુ નુકશાન થાય અને ચોમાસાની સિઝનમાં વાવવા માટે પાકની પસંદગી બદલી પડી અને વરસાદ વિલંબ કરતા ધોરાજી - જામકંડોરણા પંથકના ધરતી પુત્રો ચીતામાં ગયા વર્ષ આ સમય બે રાઉન્ડ વરસાદ આવી ગયો હતો અને હજુ કયાંય વરસાદના એંધાણ દેખાતા નથી અને ધરપી પુત્રો વરસાદની કાગડોળે રાહ જોઇ આકાશમાં નજર કરી જૂએ છે. કયાંય વરસાદના વાદળો દેખા નથી. અને ભીમ અગીયારસ પણ કોરી ધાકોળ જતા ધરતીપુત્રો ચીંતામાં મુકાયા છે.

ભાવનગર

ભાવનગર :  ભીમ અગીયારસ કરવા માટે ખાસ દિકરી - ભાણેજસને મોસાળમાં તેડાવવાની આપણે અહીં પરંપરા છે.

આ પર્વમાં જમણ સાથે કેરી પીરસવામાં આવે છે. આથી જેને લઇ તળાજા શહેર - તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી કેરીની માગમાં ઉછાળો આવ્યો છે.

એક અઠવાડીયા પહેલા જે ભાવ હતા તેના આજે બમણા થઇ ગયા હતાંઉ જેના કારણે ખાસ આંબા રાખનાર અને હિંમત કરી ભીમ અગીયારની ઘરાકી માટે સ્ટોક કરનાર વેપારીઓ છેલ્લા ત્રણ દિવસમાં હજારો લાખો રૂપીયા કમાયા હતાં.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩પ મહત્તમ, ર૮.૪ લઘુતમ, ૭પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧પ.૪ કી. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.(પ.૧૮)

(11:50 am IST)