Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ૭ પકડાયા : ૧.રર લાખનો મુદ્દામાલ કબ્જે

શાપર-વેરાવળ, તા. ર૩ : શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મીણા રાજકોટ ગ્રામ્યની સુચના તથા ગોંડલ ના.પો.અધિ. ડી.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ શાપર-વેરાવળના પો.સબ ઇન્સ. વાય.બી. રાણા, પો.હેડ. કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. માવજીભાઇ ડાંગર, પો.કો. અનિરૂદ્ધસિંહ જાડેજા તથા યોગરાજસિંહ જાડેજા, પ્રોહી જુગાર અંગે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મળેલ હકીકત આધારે વેરાવળ શાપર ગાયત્રીનગર શેરી નં. ૩માંથી જાહેરમાં તીનપતીનો પૈસા પાનાવતી હારજીતનો જુગાર રમતા  મોહીતભાઇ ધીરૂભાઇ કાપડીયા પટેલ ઉ.વ.રર ધંધો પ્રા. નોકરી, પ્રકાશ જયંતીભાઇ કોરાટ પટેલ ઉ.વ.રર ધંધો નોકરી, મયુર મુકેશભાઇ વાડોદરીયા પટેલ ઉ.વ. ર૧ ધંધો પ્રા. નોકરી, જયેશભાઇ ધીરૂભાઇ કાપડીયા પટેલ ઉ.વ. રર ધંધો પ્રા., હિતેન્દ્રભાઇ જેરામભાઇ ઠુમર પટેલ ઉ.વ.ર૪ ધંધો પ્રા. નોકરી, જયેશ મનસુખભાઇ કોરાટ ઉ.વ. રર ધંધો ખેતી તથા કેનીલ પ્રવિણભાઇ કાપડીયા પટેલ ઉ.વ.રર પ્રા. નોકરી રહે. બધા વેરાવળ શાપરને રોકડા ૧૭૪૦૦ તથા ત્રણ મો.સા.ની કિ.રૂ. ૧૦પ૦૦૦ મળી કુલ રૂ.૧ર,ર૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુ.ધા. કલમ ૧ર મુજબનો ગુન્હો કરતા પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:50 am IST)