Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ સંત ચંદ્રપ્રકાશ સ્વામીના જીવન ઉપર ખતરો : પોલીસ રક્ષણ માંગ્યુ

ભુજ તા. ૨૩ : યુવતી સાથે કથીત સંબધોને લઇ ચર્ચામાં આવેલા અને મંદિરમાંથી જેને વિવાદો વચ્ચે હાકી કઢાયેલા તેવા પુર્વ સંત ચંદ્રપ્રકાશ સ્વામી અને હાલે રસીક કેરાઇ એ મંદિરના અન્ય ૧૨ સંતો પર યુવતી અને મહિલા સંતો સાથેના સંબધોના લઇને કરેલા આક્ષેપો પછી હવે પોતાને જાનનો ખતરો છે અને પોલિસ રક્ષણ આપવામા આવે તેવી પોલિસમા અરજ કરી છે જેમા તેને કેટલાક વ્યકિતના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

આમ તો જયારથી આ વિવાદ શરૂ થયો છે ત્યારથી ચોક્ક્સ વ્યકિત દ્રારા રસીક તથા તેના પરિવારજને ચોક્કસ વ્યકિત ફોન પર અને નારાણપરના કેટલાક યુવાનો ધાકધમકી કરતા હોવાની ફરીયાદ રસીકે કરી છે પરંતુ આજે રસીક કેરાઇ એ સત્તાવાર રીતે માનકુવા પોલિસને એક લેખીત ફરીયાદ કરી છે જેમા કેટલાક શખ્સો તેને ફોન પર ધમકી આપી રહ્યા છે અને તેથી તેને પોલિસ રક્ષણ આપવામા આવે જો કે આ અરજી અંગે પોલિસે સત્તાવાર કઇ કહેવાનુ ટાળ્યું હતું પરંતુ આ મામલે પોલિસ યોગ્ય તપાસ સાથે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરશે.

યુવતી સાથે કથીત સંબધ અને ત્યાર બાદ મંદિરમાંથી હાંકી કઢાયા બાદ ચંદ્રપ્રકાશ સ્વામી વર્તમાને રસીક કેરાઇ અનેક સનસનીખેજ આક્ષેપો કરી રહ્યા છે જેમા પહેલા અન્ય સંતોની ફોન પર કામ લીલા ત્યાર બાદ તેના પરિવાર અને તેના પર દબાણ મુદ્દે તેને ગંભીર આક્ષેપો કર્યા બાદ હવે તેને જાનનો ખતરો હોવાની ફરીયાદ સાથે પોલિસ રક્ષણની માંગ કરી છે જો કે તેને પોલિસ રક્ષણ મળશે કે નહી તેતો આવનારો સમય કહેશે પરંતુ પોલિસ માટે ચોક્કસ એ વિષય તપાસનો રહેશે કે રસીક કેરાઇને ફોન પર કોણ અને કોના ઇશારે ધમકી અપાઇ રહી છે.... જો કે રસીકની આ અરજી પછી ચોક્કસ સંપુર્ણ ઘટનામા કોઇ નવા વંણાક સાથે કઇક નવાજુની થશે.(૨૧.૯)

(11:49 am IST)