Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વિંછીયા, ભાડલા અને જસદણ પંથકમાં પતા ટીંચતા ૩૯ પતાપ્રેમીઓ પકડાયા

ભીમ અગીયારસની પુર્વ સંધ્યાએ જુગારીઓના રંગમાં ભંગ પાડતી પોલીસ

રાજકોટ, તા., ૨૩: ભીમ અગીયારસની પુર્વ સંધ્યાએ વિંછીયા, ભાડલા અને જસદણ પંથકમાં પોલીસે ઠેર-ઠેર દરોડા પાડી જુગાર મતા ૩૯ પતા પ્રેમીઓને ઝડપી લીધા હતા.

વિંછીયાના ઓળી ગામે પો.કો. લક્ષ્મણભાઇ ગોહેલ સહીતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા મહેશ ગોકળ રાધવાણી, બળવંત હંસરાજ ખોડાણી, વશરામ ભુપત વાઘાણી, પ્રકાશ ખોડા પરાલીયા, ભુપત માવજી કણોતરા, મહેશ હંસરાજ ખોડાણી, ગોકુળ માધા રાઘવાણી રે. બધા ઓળીને રોકડા રૂ. ૧૦,ર૪૦ અને ગંજી પતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભાડલા પોલીસના હેડ કો. અશ્વીનભાઇ સહીતના સ્ટાફે મોટા દહીંસરા ગામે વિપુલ મંગાભાઇની વાડીએ રેઇડ કરી જુગાર રમતા દિલીપ આંબાભાઇ, સુનીલ કરશનભાઇ, સંદીપભાઇ મંગાભાઇ, ધનજીભાઇ બચુભાઇ, જયસુખભાઇ ભોળાભાઇ, જયસુખભાઇ શંભુભાઇ રે. મોટા દહીસરા સહીત ૭ શખ્સોને રોકડા રૂ. ૧૦,૦૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

તેમજ મોટા દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા ધીરૂભાઇ ભાલાભાઇ, જેન્તીભાઇ ભાલાભાઇ, શૈલેષભાઇ ગવાભાઇ, ભરત દેવાભાઇ, વિનોદ નરશીભાઇ કોળી રે. મોટા દહીંસરાને રોકડા ૬પ૩૦ સાથે પો.કો. એમ.એમ.શામળા સહીતના સ્ટાફે ઝડપી લીધા હતા.

જસદણના પ્રતિનિધિ હુસામુદ્દીન કપાસીના અહેવાલ મુજબ જસદણ પોલીસે બેલડી ગામે રેઇડ કરી વિનુ ભીમા તલાગડીયાની વાડીમાં જુગાર રમતા ૧૧ પતાપ્રેમી સાથે કુલ રૂ. પ૭,૮૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

અન્ય એક રેઇડમાંૈ શીવરાજ પુરમાં પરબત ભીખા મગન વિરજી સહિત કુલ નવ આરોપીઓને રૂ. પ૪,૬૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

ભીમ અગિયારસના પર્વ ઉપર ગામડે ગામડે લોકો પત્તા ખેલી રહ્યા હોવાથી પોલીસ ચાંપતી નજર રાખી બાતમીદારોને કામે લગાડયા છે ત્યારે સાંજ સુધીમાં અનેક પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી જશે. (૪.૧૮)

(11:48 am IST)