Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મેંદરડામાં નજીવી બાબતે મહિલા સહિત ૧૦ શખ્સોનો તલવાર-કુહાડાથી હુમલો

હુમલામાં પ્રૌઢ સહિતનાને ઇજા

નાગઢ, તા. ર૩ : મેંદરડામાં સામા કાંઠા વિસ્તારમાં રહેતા દલિત વાલાભાઇ સદીભાઇ ચાંડપાના પાડોશી દિનેશ વાંકના ઘરે આવેલા મહેમાન વાલાભાઇના મકાનમાં પાસે થુકયા હતાં.

આથી તેમને ઠપકો આપતા જેનાથી ઉશ્કેરાઇ જઇને દિનેશ વાંક, હરસુખ કરશન, લાલા ઉકા, હિતેશ વીરા, શાંતિ ગોવા, કિશોર નાથા, ભીમા ઉકા, ભાવેશ લાલા, ચંદુ રાઠોડ અને કિરણબેન શાંતિલાલે ઉશ્કેરાઇ જઇને તલવાર અને કુહાડા વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં વાલાભાઇને ગંભીર ઇજા પહોંચી ફરીયાદ તેમની પુત્રી મનીષાએ કરતા પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (૮.૯)

(11:47 am IST)