Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અશ્લીલ કલીપ વિવાદ બાદ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોની સામૂહિક બદલી:આશ્ચર્ય ફેલાયું

ભુજ ;છેલ્લા એકાદ સપ્તાહથી અશ્લીલ ક્લિપના વિવાદોમાં ઘેરાયેલા ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોની સામૂહિક બદલી કરતા આશ્ચર્ય ફેલાયું છે. અગાઉ ૧૩.ર૧ મિનીટ અને ત્યારબાદ ગઈકાલે ફરી ૩૯.૧પ મિનીટની અશ્લિલ ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. ભદ્ર સમાજને પણ શોભે તેવી વાતો સાધુએ એક પરિણીત યુવતી સાથે કરી હતી. જો કે મામલે ભુજ મંદિરના સંત દેવપ્રકાશ સ્વામીએ અગાઉ નિવેદન આપી દીધું છે. ઓડિયો ક્લીપ - વર્ષ જુની છે અને તે મુદ્દે મંદિરે યોગ્ય નિર્ણય પણ લઈ લીધો અને અશ્લિલ ઓડિયો ક્લીપ ભક્તીચરણ સ્વામી છે. ત્યારે ક્લીપ અત્યારે વાયરલ થતા ભુજ મંદિરે સ્વામીઓની કરેલી બદલીને તેની સાથે સાંકળવામાં આવી રહી છે.

   જો કે અંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી જાદવજી ગોરસીયાએ જણાવ્યું હતું કે, મંદિર દ્વારા રૂટીન બદલીઓ કરાઈ છે. મંદિરના વિવિધ મંડળો છે અને મંડળના સાધુ-સંતોની રૂટીન બદલીઓ થતી હોય છે તે મુજબ બદલીઓ છે,પરંતુ લોકોમાં ચર્ચાતી વાતો મુજબ અશ્લિલ ઓડિયો ક્લીપ અને મંદિરના પૂર્વ સંત ચંદ્રપ્રકાશ સ્વામીએ ૧ર સાધુઓ પર કરેલા આક્ષેપો બાદ બદલીઓ કરાઈ છે.     

  પૂર્વ સ્વામી અને હાલ સંસારી રસીક કેરાઈએ આક્ષેપ કર્યો હતો કે, ભુજ મંદિરના ૧ર જેટલા સંતો યુવતીઓના સંપર્કમાં છે ત્યારબાદ મુદ્દો વધુ ચગ્યો છે એની વચ્ચે સંતોની થયેલી બદલીઓ શું સુચવે છે.

  સ્વામિનારાયણ મંદિરના રર૦ જેટલા સંતોની એક સાથે આંતરીક બદલી કરી દેવાઈ છે તેની વચ્ચે હાલ સૌથી વધુ ભક્તિચરણ સ્વામીનું નામ ચર્ચામાં છે. યુવતી સાથેની ઓડિયો ક્લીપ તેમની હોવાનું સામે આવ્યું છે ત્યારે અંગે ભુજ મંદિરના ટ્રસ્ટી જાદવજીભાઈ ગોરસીયાએ જણાવ્યું હતું કે, ભક્તીચરણ સ્વામી કયા છે તે અંગે મને કોઈ જાણ નથી. બીજી બાજુ તેમની માંડવી બદલી કરાઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું, પરંતુ માંડવી સ્વામિનારાયણ મંદિરમાં તપાસ કરતા ભક્તિચરણ સ્વામી માંડવી મંદિરમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

   ત્યારે ભુજથી બદલી થયા બાદ ભક્તિચરણ સ્વામી આખરે કયાં ગયા ? તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. રસીક કેરાઈએ અગાઉ દાવો કર્યો હતો કે તેને દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો. ત્યારે અશ્લિલ ક્લીપ વાયરલ થયા બાદ સ્વામિનારાયણ મંદિરમાંથી ભક્તિચરણ સ્વામીને અન્ડર ગ્રાઉન્ડ કરી દેવાયા છે કે તેઓ થઈ ગયા છે અથવા કયાં ગૂમ થયા છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.

(12:18 am IST)