Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજકોટના મહાવીરસિંહે ૨૫ લોકોને ફસાવી સવા ચૌદ લાખ પોતાના ખાતામાં ટ્રાન્‍સફર કરાવી લીધાઃ ખંભાળીયામાં ઠગાઇ આચરે એ પહેલા ઝડપાઇ ગયો

ખંભાળીયા, તા.૨૩: બાતમીદાર દ્વારા માહીતી મળેલ કે એક શંકાસ્‍પદ ઇસમ મહાવીરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી રહે. રાજકોટ વાળો જામ ખંભળીયા ખાતે આવેલ છે મોબાઇલ ફોનમાં લોન એપ્‍લીકેશન દ્વારા લોન આપવા બાબતેની વાતચીત કરે છે, તેવી હકિકત મળતા તુરત જ માહીતી મેળવી તપાસ કરતા શંકાસ્‍પદ ઇસમ જોવામાં આવેલ હોય જેથી પુછતા પોતાનુ નામ મહાવીરસિંહ જીતેન્‍દ્રસિંહ ભગવાનજી સોલંકી ઉ.વ.૨૭ ધંધો, શાકભાજીનો, રહે. રાજકોટ રૈયા ટેલીફોન એક્‍સચેન્‍જ રાજકોટ વાળો હોવાનુ જણાવેલ જેથી તેની પુછપરછ કરતા મજકુર ઇસમે દ્વારકા ખાતે ગઇ તા.૨૦૦૫/૨૦૨૨ના રોજ અલગ-અલગ ફુલ ત્રણ વ્‍યક્‍તિઓને ૧,૭૦,૦૦૦/- તથા ૩૫૦૦૦/- તથા ૫૦૦૦ મોબાઇલ ફોન દ્વારા ત્‍વરીત લોન અપાવી ચાલાકીથી લોનના રૂપીયા પોતાના ખાતામાં ઓનલાઇન ટ્રાન્‍સફર કરી લીધાની કબુલાત આપેલ.

જે આધારે તપાસ કરતા પોલીસ સ્‍ટેશન ખાતે મજકુર આરોપી વિરૂધ્‍ધમાં  એ  પાર્ટ ગુન્‍હા રજીસ્‍ટર નં.૧૧૧૮૫૦૦૨૨૨૦૩૫૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તેમજ ઇન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી એક્‍ટની કલમ ૬૬(સી), ૬૬ (ડી.) મુજબ ગુન્‍હો પણ નોંધવામાં હોવાનુ જાણવા મળતા ઉપરોક્‍ત ગુન્‍હાના કામે તેને હસ્‍તગત કરી, વધુ પુછપરછ કરવામા આવતા મજકુર ઇસમે ઉપરોક્‍ત ગુન્‍હો તથા તે સિવાય રાજકોટમાં અલગ અલગ વિસ્‍તારોમાં રહેતા કુલ - ૨૫ થી વધુ લોકોને પોતાની ઝાળામાં ફસાવી ચાલાકીથી અત્‍યાર સુધીમાં આશરે કુલ ૧૪,૨૫,૫૦૦ (ચૌદ લાખ પચ્‍ચીસ હાજાર પાંચસો) રૂપીયાની ઠગાઇ-છેતરપીંડી કરેલ હોવાની હકીકત ધ્‍યાનમાં આવેલ છે.

હાલ મજકુર ઇસમને હસ્‍તગત કરી વધુ તપાસ અર્થે દ્વારકા પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે

આ કામગીરી કરનાર ટીમઃ પી.સી. સીંગરખીયા, ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેક્‍ટર, એસ.ઓ.જી.,  મહંમદભાઇ યુસુફભાઇ બ્‍લોચ,  અશોકભાઇ રાણાભાઇ સવાણી, આસી. સબ ઇન્‍સપેક્‍ટર, એસ.ઓ.જી.,  હરદેવસિહ ગુમાનસિંહ જાડેજા, આસી. સબ ઇન્‍સપેક્‍ટર, એસ.ઓ.જી.,  કિશોરસિંહ ભગુભા જાડેજા, નરેન્‍દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્‍સ., એસ.ઓ.જી., શ્રી જીવાભાઇ કરણાભાઇ ગોજીયા,  સુનીલભા સમૈયાભા માણેક, પોલીસ કોન્‍સટેબલ, એસ.ઓ.જી. હતી.

(1:49 pm IST)