Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા પર્યાવરણની જાળવણીમાં વૃક્ષ સંવર્ધન તથા માટીના રમકડાં બનાવવાનો કાર્યક્રમ

ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્‍તિઓ ને બહાર લાવવા માટે ભારત વિકાસ પરિષદની પ્રવૃત્તિઓના એકભાગ રૂપે કેશોદના સિદ્ધિ વિનાયકંદિરે માટીના રમકડાં તથા સીડ બોલ બનાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો જેમાં ૨૪ બાળકો એ ભાગ લીધો હતો. સીડ બોલમાં માટીના પિંડ બનાવી તેમાં વિવિધ બીજ મૂકી ચોમાસા દરમિયાન વગડામાં જાળિયોમાં નાખવાથી નવા વૃક્ષોના અંકુરો ફૂટે છે અને વૃક્ષો ઉગી નીકળે છે આ રીતે વૃક્ષોનું સંવર્ધન પણ થાય છે. બાળકો દ્વારા ૧૦૦ જેટલા રમકડાં બનાવી ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો પર્યાવરણ વિદ રેવતુભા રાયજાદા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. બાળકોને પ્રોત્‍સાહન આપવા માટે ૧ થી ૩ નંબરના વિજેતાઓને ભારત વિકાસ પરિષદના પ્રમુખ જગમાલભાઇ નંદાણીયા દ્વારા ઇનામો આપવામાં આવ્‍યા હતા.

(1:12 pm IST)