Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વિશ્‍વ સંવાદ કેન્‍દ્ર જામનગર દ્વારા પત્રકારોને અપાયુ નારદ સન્‍માન

પ્રાંત પ્રચારક પંકજભાઈએ વિશ્વમાં ભારતીય પત્રકારત્‍વનો ઉદય, વિકાસ, સ્‍થાન અને મહત્‍વ અંગે વિસ્‍તૃત માહિતી આપી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: નારદ જયંતી નિમિતે શહેરના દરેક પત્રકારો એક મંચ પર આવે અને સાથે મળી ચર્ચા વિચારણા અને ગોષ્ઠિ થાય એ હેતુ પત્રકાર મિલન અને સન્‍માનનો કાર્યકમ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ પ્રેરિત વિશ્વ સંવાદ કેન્‍દ્ર દ્વારા યોજાવામાં આવ્‍યો હતો
વિશ્વ સંવાદ કેન્‍દ્ર દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્ર્‌મ નું સંચાલન વિશ્વ સંવાદ કેન્‍દ્ર ના પ્રમુખ જગતભાઈ રાવલ તથા જામનગર પ્રચાર વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું હતું અને આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલ નું પ્રાસંગિક ઉદ્‍બોધન કર્યું હતું,
પશ્‍ચિમી સંસ્‍કૃતિ માં આપણા પુરાણ અને શાસ્ત્રો ના જ્ઞાન અને સાહિત્‍ય ની ઉઠાંતરી કરીને નવા વિજ્ઞાનિક પોતાના નામે સિધ્‍ધિઓ પ્રસિદ્ધ કરી દીધી પછી એ આંકડા શાસ્ત્ર, વિમાન શાષા, રસાયણ શાષા, ઔષધ શાસ્ત્ર હોય કે પરમાણુ તકનિકી હોય દરેક ના મૂળ ભારતીય શાષાોમાં છે.
જયારે વિશ્વ માં અન્‍ય સંસ્‍કૃતિ નો કોઈ વિકાસ ના હતો ત્‍યારે પણ ભારતમાં પાઠશાળાઓ, વિજ્ઞાન શાળાઓ, મિસાઈલ જેવા શષાો અને માસ કોમ્‍યુનિકેશનની સુચારુ વ્‍યવસ્‍થાઓ હતી.
આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન નારદજીએ બ્રહ્માજીના પુત્ર છે અને પૃથ્‍વી લોકની વ્‍યથાઓ અને સમસ્‍યાઓ નું વર્ણન વિષ્‍ણુ ભગવાન પાસે કરી માનવજાતના દુઃખો દૂર કરવા માટે યાચના કરતા અને પ્રભુ જે ઉપાય અને માર્ગદર્શન આપતા તેનું અક્ષરસ સંદેશ લોકો સુધી પહોંચાડી લોકો ની તકલીફ દૂર કરતા. પૃથ્‍વી અને સ્‍વર્ગ લોક ની કડી તરીકે પ્રસ્‍થાપિત હતા.
ભારતમાં આદિકાળથી કોમ્‍યુનિકેશન માટેની વ્‍યવસ્‍થા પ્રસ્‍થાપિત હતી. આઝાદી ના સમયમાં પણ પત્રકાર જગત અનેᅠ મુદ્રણ કળા દ્વારા લોક જાગરણ અને ક્રાંતિ માં મહત્‍વનો ફાળો રહ્યો છે.
મહર્ષિ નારદ દ્વારા નારદ સૂત્રો અને નારદ પુરાણ માં પત્રકારત્‍વ ના પાયાના સિદ્ધતોનું વર્ણન છે જેનું અંગ્રેજી ભાષાંતર આજે વિશ્વ ની ટોચ ની જર્નાલિઝમ યુનિવર્સિટીમાં શીખવાય છે.સમય સાથે માસ કોમ્‍યુનિકેશન માટે છાપા, રેડિયો, ટેલિવિઝન, ઈન્‍ટરનેટ જેવા માધ્‍યમો આવતા ગયા પરંતુ આજે પણ વિસ્‍લેષ્‍ણ કરનારા, સારું લેખન કરનારા, સંશોધન કરનારા, નવું નવું લઇ આવનારા લેખકો, પત્રકારો, ફોટોગ્રાફી પત્રકારો નું આગવું સ્‍થાન અને માંગ છે.
આજના પત્રકારત્‍વ દ્વારા સમાજ અને રાષ્ટ્રના લોકો સામે એક સાચો, સાત્‍વિક, તટસ્‍થ વિમર્શ ઊભો થાય, લોક શિક્ષણ અને જાગૃતિ થાય એવા પત્રકારત્‍વ ધર્મ નું પાલન કરી દરેક પત્રકાર સમાજ સેવા નું આ આગવું કાર્ય કરે એવીᅠ શુભેચ્‍છા આપી અને જામનગરના સંઘ ચાલક મનોજભાઈ અડાલજા અને પંકજભાઈ રાવલ દ્વારા ઉપસ્‍થિત દરેક પત્રકારોનું નારદ સન્‍માન પારિતોષિક દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

 

(12:04 pm IST)