Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટા-વાદળાઃ ગીરનાર રોપ-વે ત્રીજે દિ' બંધ

ગરમીમાં ઘટાડો પરંતુ બફારો યથાવતઃ ગીરનાર પર્વત ઉપર ૬પ કિ.મી.ની ઝડપે ફૂંકાતો પવન

પ્રથમ તથા બીજી તસ્‍વીરમાં જુનાગઢ ગીરનાર પર્વત ઉપર ફૂંકાતો પવન તથા ત્રીજી તસ્‍વીરમાં વિંછીયામાં છવાયેલ વાદળા નજરે પડે છે. (તસ્‍વીરઃ વિનુ જોશી (જુનાગઢ) પિન્‍ટુ શાહ-વિંછીયા)

રાજકોટ તા. ર૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સતત ત્રીજા દિવસે પવનનું જોર યથાવત છે. વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ગરમીમાં ઘટાડો પણ યથાવત છે. જો કે આવા વાતાવરણ વચ્‍ચે ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. શનિવારથી પવનનું જોર વધતા બે દિવસ ગિરનાર રોપ વે બંધ રહ્યા બાદ આજે સોમવારે ત્રીજા દિવસે પણ બંધ રહે છે.

હાલ રાજયમાં કયાંય હિટ વેવની કોઇ આગાહી નથી. દક્ષિણ પમિના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ રાજયમાં આગામી દિવસોફમાં પ્રિ-મોન્‍સૂનની એકિટવિટી શરૂ થશે. ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં બુધવારે વરસાદ પડશે તેવું હવામાન વિધાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે સુરત અને તાપીમાં સામાન્‍ય વરસાદ પડી શકે છે.

મિથી ઉત્તર-પમિી પવનની અસરથી અમદાવાદ સહિત રાજયમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્‍યું છે. સતત ૪પ થી પ૦ ડિગ્રી સાથે અમદાવાદ રાજયનું સૌથી ગરમ શહેર બન્‍યું હતું. હવે રાજયમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ દક્ષિણ ગુજરાત સહિત કેટલાંક વિસ્‍તારોમાં ભારે પવન સાથે વરસાદની વકી હવામાન વિભાગે વ્‍યકત કરી છે. હાલ અમદાવાદ સહિત રાજયના અનેક વિસ્‍તારોમાં પ્રિ-મોન્‍સૂન એકિટવીટી શરૂ થઇ ગઇ છે.

જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્‍યો છે. આજે સવારે અમદાવાદ સહિત અનેક વિસ્‍તારોના આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્‍યા છે.

રાજયમાં ગરમીથી આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરતા લોકોને હાશકારો થયો છે. હાલ રાજયમાં કયાંય હિટવેવની કોઇ આગાહી નથી. દક્ષિણ પમિના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ રાજયમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્‍સૂનની એકિટવિટી શરૂ થશે. ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં બુધવારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે સુરત અને તાપીમાં સામાન્‍ય વરસાદ પડી શકે છે.

આ વખતે ગુજરાતમાં સામાન્‍ય ચોમાસુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. હવામાનની આગાહી કરતી સંસ્‍થા સ્‍કાયમેટના જણાવ્‍યા પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. જો કે તેમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. આ ઉપરાંત કેરળમાં ર૬ મે થી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્‍થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦ થી ૧પ જૂન વચ્‍ચે અને ૧પ થી ર૦ જૂન વચ્‍ચે રાજયના મોટા ભાગના વિસ્‍તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

સાબરકાંઠા જિલ્લામાં પ્રિ-મોન્‍સૂન એકિટવીટી શરૂ થઇ ગઇ છે. જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્‍યો છે. હિંમતનગરમાં વ્‍હેલી સવારથી આકાશ વાદળોથી છવાયેલું જોવા મળ્‍યું. જેના કારણે ગરમી વચ્‍ચે પવનથી ઠંડક પ્રસરી છે. દિવસે ગરમી અને વહેલી સવારે પવન અને વાદળોના કારણે ઠંડક જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, ગુ઼જરાતમાં વરસાદના આગમનની ઘડીઓની ઉંધી ગણતરી શરૂ થઇ ગઇ છે. કારણ કે, રપ મે ના રોજ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. રપ મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્‍ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્‍ય વરસાદની આગાહી છે.

હવામાન ખાતાના લેટેસ્‍ટ અપડેટ મુજબ, રાજયમાં પ્રિ મોન્‍સૂન એકિટવિટી શરૂ થવા જઇ રહી છે. રપ મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્‍ય વરસાદની આગાહી કરાઇ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્‍ય વરસાદની આગાહી કરાઇ છે. રાબેતા મુજબના ચોમાસા અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ અને જીલ્લામાં સર્વત્ર પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે આજે પણ ૬પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ગીરનાર રોપ-વે સતત ત્રીજા દિવસે બંધ છે. જો કે ભાવિકો પવન હોવા છતાં પણ ગીરનાર પર્વતના પગથીયા ચઢીને માતાજીના દર્શન કરવા જઇ રહ્યા છે.

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયાઃ વિંછીયામાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્‍યો છે. સતત સુસવાટા મારતો પવન ફુંકાઇ રહ્યો છે. વિંછીયાની બજારોમાં ધૂળની ડમરીઓથી વેપારીઓ ત્રસ્‍ત થઇ ગયા છે.

એમાંય સવારમાં થોડીગવાર માટે વાદળા છવાતા સતત ગરમીમાં આહલાદક વાતાવરણમાં લોકોને ટાઢક થઇ હતી. સતત પવનથી ગરમીમાં થોડી રાહત મળી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩પ.૮ મહતમ ર૬.૩ લઘુતમ ૭૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:41 am IST)