Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ગોકુલધામ-નાર ખાતે ૧૦૮ ફુટ રાષ્‍ટ્રધ્‍વજ પ્રતિષ્‍ઠાપન એવં સદવિધાયજ્ઞ : બે લાખ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને વર્લ્‍ડ રેકોર્ડ થશે

 વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની કળપાથી કાર્યરત ગોકુલધામ-નાર સેવાક્ષેત્રે સપ્રદાયથી પણ ઉપર ઉઠીને નિત નવા સેવાના કાર્ય કરી રહેલ છે. નાત, જાત કે સંપ્રદાયના ભેદભાવ રાખ્‍યા વગર સમાજનાં દરેક વર્ગની એક સમાન રીતે સેવા કરવાની રીત આપવાની ધર્મને સાચા અર્થમાં માનવધર્મમાં પરિવર્તીત કર્યો છે. તા. ૨૨-૦૫-૨૦૨૨ના રોજ સંસ્‍થા દ્વારા ૧૦૮ ફુટ ઉંચા સ્‍તંભ ઉપર ૪૦×૨૦ ફુટનાં વિશાળ રાષ્‍ટ્રધ્‍વજનું પ્રતિષ્ઠાપન કરીને ધર્મધજાની સાથે રાષ્‍ટ્ર-ેમનું ધ્‍વજારોહણ કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્‍ય છે. સાથે સાથે શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની આશજ્ઞાનુંસાર સદ્દવિદ્યા અર્થે સેવાયજ્ઞની પણ શરૂઆત કરવામાં આવી. જે અંતર્ગત આણંદ જિલ્લાના કુલ બે લાખ કરતાં વધુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. ધોરણ ૧ થી ૮ સુધીના બાળકોની જરૂરીયાતને અનુલક્ષી અભ્‍યાસ માટે ઉપયોગી વસ્‍તુઓનું નેઃશુલ્‍ક વિતરણ કરવામાં આવશે. આ સેવાયજ્ઞમાં અમેરીકાનાં વર્જીનીયા બીચમાં સ્‍થિત સેવાભાવી સંસ્‍થા Halping Hands For Humanity-USAના દાતાશ્રીઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.

બે લાખ કરતાં વધુ બાળકોને ઉઘડતી શાળાએ ભેટ અપાનાર વસ્‍તુઓનું કુલ વજન ૭૧ ટન થાય છે, જેમાં ૪ લાખ ચોપડા-નોટબુક, ૫૫ હજાર લંચ બોક્‍સ, ૨ લાખ પેન્‍સિલ, ૨ લાખ બિસ્‍કિટ પેકેટ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સામગ્રી સંસ્‍થાના ખુલા મેદાનમાં ગોઠવેલ જેની લંબાઈ ૨.૩૫ કી.મી. થઈ હતી, જેને ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકૉર્ડ તથા એશિયા બુકમાં સ્‍થાપિત કરવામાં આવ્‍યા.

આ પ્રસંગે આચાર્ય શ્રી પરમ પૂજ્‍ય ધ.ધૂ ૧૦૦૮ શ્રી રાકેશ-શાદજીએ આશીર્વચન પાઠવેલ , સમારંભનું અધ્‍યક્ષ સ્‍થાન ગુજરાતનાં ક્રાંતિકારી સંત પદ્મશ્રી પ.પૂ. સચ્‍ચિદાનંદ સ્‍વામીજીએ શોભાવેલ. એસ.જી.વી.પી. ગુરુકુલના પ.પૂ. શાષાી  માધવ પ્રિયદાશજી સ્‍વામીની પ્રેરક ઉપસસ્‍થિતિએ કાર્યક્રમની ગરિમા વધારી હતી .

પૂ.મોહનદાસજી સ્‍વામી તથા પુરાણી કળષ્‍ણપ્રિયદાસજી સ્‍વામી એ હાજરી આપી  પ્રેરક બળ પુરુ પાડેલ. અન્‍ય મહાનુભાવોમાં બીજેપી -દેશ અધ્‍યક્ષ સી. આર. પાટિલ, કેન્‍દ્રીય દૂર સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા મહેસૂલ મંત્રી રાજેન્‍દ્રભાઈ ત્રિવેદી અને સાંસદ મિતેશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ વગેરે રાજકીય તથા સામાજિક આગેવાનો ની વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.પૂ.દેવપ્રકાશ સ્‍વામી-ચેરમેન વડતાલ,  ડૉ.સંત વલ્લભદાસજી સ્‍વામી-કોઠારી વડતાલ, નૌતમ પ્રકાસદાસજી સ્‍વામી-સત્‍સંગ મહાસભા પ્રમુખ વગેરે પૂજનીય સંતોએ ઉપસ્‍થિત રહી આશીર્વાદ આપ્‍યા હતા.મુંબઇથી સૌરાષ્‍ટ્ર અને કચ્‍છને જોડતા છ માર્ગીય હાઇવે ઉપર રોજ હજારો વાહનો પસાર થાય છે ત્‍યારે આજથી આ રસ્‍તા ઉપર લહેરાતો વિશાળકાય તિરંગો દરેક રાષ્‍ટ્ર પ્રેમીને ભારતવર્ષની આન,બાન અને સાન પ્રત્‍યે ગૌરવ ઉપજાવશે.

(11:39 am IST)