Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આટકોટ બસ સ્‍ટેન્‍ડની ૩ દુકાનોમાંથી ધાર્મિક પેટીની ઉઠાંતરી : તસ્‍કર કેમેરામાં કેદ

તસ્‍વીરમાં તસ્‍કર કેમેરામાં કેદ થઇ ગયો હતો તે નજરે પડે છે. (તસ્‍વીર : કરશનભાઇ બામટા, આટકોટ)

(કરશનભાઇ બામટા દ્વારા) આટકોટ તા. ૨૩ : આટકોટ એસટી બસ સ્‍ટેશનમાં આવેલા ત્રણ દુકાનોમાં રાખેલી ધાર્મિક દાનની પેટી તસ્‍કર ચોરી કરી ગયો હતો. આ તસ્‍કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. એક સાથે ત્રણ દુકાનોમાં ધાર્મિક પેટી ઉઠાવી દિનેશ પાનમા રાખેલી વલારડી પાતાદાદાની ધાર્મિક પેટી ઉઠાવી હતી તેમજ અન્‍ય બે દુકાનને પણ કસબ અજમાવી હતી. દિનેશ બાજુમાં આવેલ રંગોલી પાન ગલ્લો આવેલા સીસીટીવી કેમેરા કેદ થયો હતો. ઉમા દુધની દુકાન પણ રાખેલી કામધેનુ ગૌશાળાની દાનપેટી ઉઠાવી લીધી હતી.

દિનેશ પાનના દુકાનદારે જણાવ્‍યું હતું કે, બપોરે હું સોડા ફ્રિજમાં ગોઠવી રહ્યો હતો તે સમયે કોઈ પણ અજાણ્‍યા ઈસમ સોડાના, સ્‍ટેન્‍ડમાં રાખેલી પેટી ઉઠાવી લીધી આ પેટીમાં અંદાજે પાંચ હજાર જેવી રકમ હશે

રંગોલી પાન ગલ્લે આ આ તસ્‍કરે કસબ અજમાવી હતી ને જે વાળા માં બાંધેલી પેટીને છોડી અને પોતાની થેલી માં નાખી દીધી હતી જયાં સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં અંદાજે ૧૦૦૦ રૂપિયા હશે તેમ દુકાનદાર પિન્‍ટુભાઇએ જણાવ્‍યું હતું. તેમજ ઉમા દૂધની દુકાનના માલીકે ચિરાગભાઇએ જણાવ્‍યું હતું. ખોખા પર રાખેલી આ ધાર્મિક પેટી અજાણ્‍યા કોઇ તસ્‍કરો ઉઠાવી ગયો હતો. જેમાં અંદાજે પંદરસો રૂપિયા જેટલી રકમ હશે. જોકે પોલીસ ફરીયાદ થઇ નથી.

(11:36 am IST)