Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કોમમાં અજ્ઞાનતા રહેશે ત્‍યાં સુધી માહોલ બગડતો જ રહેશે : મૌલાના

જાનસઠ/મુઝફ્‌ફરનગર,તા.૨૩ :  આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત ખતીબ આબીદ બીલગ્રામી , મૌલાના સૈયદ મતલૂબ મેહદી આબિદી, મૌલાના રાજાણી હસનઅલી  અને મૌલાના યાસૂબ અબ્‍બાસ, સૈયદ પરવેઝ હસન પ્રધાનની માતાની ચેહલુમની મજલીસ પઢવા આવ્‍યા હતા, તેમણે લોકોને સલાહ આપી હતીકે તમારે શકય તેટલું પરલોક પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જોઈએ. અને જ્ઞાન એ ચાવી છે જે વિશ્વની તમામ સમસ્‍યાઓના સમાધાનના દરવાઝા ખોલી શકે છે. મૌલાના મતલુબે  જ્ઞાનવાપી મસ્‍જિદનો પણ ઉલ્લેખ કર્યો અને  જણાવ્‍યું હતું કે પ્રશ્‍ન  જ્ઞાન વાપી મસ્‍જિદનો નથી, પ્રશ્‍ન માત્ર એટલોજ છે કે દેશમાંથી અજ્ઞાનતા નાબૂદ થવી જોઈએ અને ઉમેર્યું હતું કે જ્‍યાં સુધી કોમમાં અજ્ઞાનતા  રહેશે ત્‍યાં સુધી માહોલ બગડતો જ રેહશે,મૌલાના રાજાણીએ સ્‍પષ્ટ કહ્યુંકે આપણા પાડોશી દેશ અફઘાનિસ્‍તાનની હાલતમાં અજ્ઞાનતા નોજ મોટો હાથ છે અને હવે તો તાલિબાનોએ મહિલાઓના શિક્ષણને પણ રોકી દીધું છે અને તે સ્‍પષ્ટ છે કે જ્‍યાં અજ્ઞાનતા છે ત્‍યાં દુષ્ટ તત્‍વો પગ ફેલાવશે અને દેશદ્રોહ ચાલુ રહેશે. મુસલમાનોને શિક્ષણ મળવું જોઈએ જેથી અમેરિકા અને ઈઝરાઈલ તથા બીજા અન્‍ય દેશો તેનો ગેરલાભ ન ??લે.અને મુસલમાનો જ્‍યાં પણ રહે સુરક્ષિત રહે.

(11:16 am IST)