Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ સરકારી ભરતીમાં અન્‍યાય

ભુપેન્‍દ્રભાઇ પટેલને રૂબરૂ મળીને રજુઆત કરતા ‘‘પાસ''ના દિનેશ બાંભણીયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.ર૩ : પાટીદાર અનામત આંદોલન સમિતીના દિનેશ બાંભણીયાએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને રૂબરૂ મળીને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ સરકારી ભરતીમાં અન્‍યાય મુદ્દે યોગ્‍ય કરવા માંગ કરી છ.ે

દિનેશ બાંભણીયાએ વધુમાં જણાવ્‍યું છે કે ગુજરાત રાજયમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે.

જેમાં પી.એસ.આઇ./એ.એસ.આઇ ના પ્રિલીમરી પરીક્ષાના પરીણામમાં જાહેરનામા મુજબ કેટેગરી પ્રમાણે બનાવવામાં આવે જેમાં ઓપન કેટેગરીના ૩૮૮૬ ઉમેદવારો પાસ થવા જોઇએ તેના બદલે માત્ર ૧૮૭ ઉમેદવારો પાસ થયા છે. તે ખુબજ  મોટુ નુકશાન છે. એલ.આર.ડી. ર૦૧૮/૧૯ ભારતીમાં ૩૧૩ બિન અનામત વર્ગની મહિલા સાથે થયેલા અન્‍યાય બાબતે યોગ્‍ય કરવા માંગ કરી છે.

આ માંગણીઓને ઉકેલ લાવવા જરૂરી કરતા પણ વધારે સમય લાગેલ છે જેમાં હજારો લોકો કોર્ટ-કચેરીના ધકકા ખાઇ રહ્યા છે. જેથી મિટીંગમાં નિર્ણય કરવામાં આવેલ છે કે સરકાર દ્વારા આપેલ તમામ વચનો પુર્ણ કરવામાં આવે અને ઉપરોકત મુદ્દાનો તાત્‍કાલીક ઉકેલ લાવીને અમોનો અને સમાજનો વિશ્વાસ પ્રસ્‍થાપિત કરે તેવી માંગણી કરી છે

(11:15 am IST)