Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વેરાવળના ભાલપરા અનુસૂચિત જાતિનો તૃતિય સમુહ લગ્નોત્‍સવ : વરરાજાને હેલ્‍મેટ અપાયા

પ્રભાસ પાટણ : શ્વાસ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સોનારીયા દ્વારા વેરાવળના ભાલપરા ગામે મા અથવા બાપ વિહોણી ૧૩ દિકરીઓની અનુસૂચિત જાતિનો તૃતીય સમુહ લગ્નોત્‍સવ યોજાયો હતો. આ તકે સંસ્‍થા દ્વારા વરરાજાને હેલ્‍મેટ આપી, ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવી તથા પાંચ લાખના વીમાનું સુરક્ષાકવચ પુરુ પાડયુ હતું. તથા વ્‍યસન મુકિતનો કાર્યક્રમ રખાયો હતો. હોમિયોપેથિક-આયુર્વેદિક કેમ્‍પ યોજાયો હતો.

 આ તકે ઉગારામદાદ આશ્રમના મહંત ગોરધનબાપાએ નવદંપતીને આર્શિવચન પાઠવ્‍યા હતા. જેમા પૂર્વ સાંસદ અને રાષ્‍ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સદસ્‍ય રાજુભાઇ પરમાર, સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી.પરમાર, રવિન્‍દ્ર ખતાળે, મોહનભાઇ વાળા, વિમલભાઇ ચુડાસમા, બચુભાઇ વાજા, માનસિંહભાઇ પરમાર, મનસુખભાઇ ગોહેલ, વિજુભાઇ બારડ, મણીબેન રાઠોડ, માલદેભાઇ પટાટ, જગમાલભાઇ વાળા, શકિતસિંહ ચાવડા, અરસીભાઇ ચાવડા, હરસુખભાઇ મકવાણા, વજુભાઇ વાજા, જે.એમ.કાથડ, પી.પી.રાઠોડ, નીલેશભાઇ વાઢેર, પરસોતમભાઇ સોલંકી, અરજનભાઇ ભજગોતર, ગુણવંતભાઇ બગડા, પ્રવીણભાઇ આમ્‍હેડા, ગોરધનભાઇ રાઠોડ, ભગવાનભાઇ ચાવડા, રમેશભાઇ પટેલ, સંગીતાબેન ચાંડયા, ભીમાભાઇ સોલંકી, મહેશભાઇ રાઠોડ, દેવાભાઇ બામણીયા, મંગાભાઇ સોલંકી, પ્રકાશભાઇ ચાડયા, રામસીભાઇ બગડા, ભગવાનભાઇ વાઢેર, દેવાભાઇ રાઠોડ, રાજેશભાઇ ભજગોતર, નારણભાઇ ખામણીયા, ગોવિંદભાઇ ચાવડા, પીઠાભાઇ આમહેડા, બુજનભાઇ વાળા, અરજનભાઇ રાઠોડ, રાજુભાઇ સોની, ટાભાભાઇ પરમાર, પી.ડી.મકવાણા, બચુભાઇ કાથડ, દાનભાઇ સોસ, રામભાઇ વાણવી,ભગવાનભાઇ ચાવડા, સાજણભાઇ ચાવડા, હમીરભાઇ પંપાણિયા ભાલપરા ભુપતભાઇ સોલંકી, માધાભાઇ રાઠોડ, ગોેતમભાઇ પરમાર હાજર રહ્યા હતા.

લગ્નમાં દીકરીઓને કરિયાવર સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા અર્પણ થયુ હતું. આયુષ કેમ્‍પમાં ડો. સ્‍વાતિબેન સોલંકી અને ડો. જયદીપ લાખાણીએ સેવા આપી હતી. વ્‍યસન મુકિત કાર્યક્રમમાં રામભાઇ કટારીયા એ સેવા પુરી પાડી હતી. લગ્નવિધિ સામતભાઇ બોેધ્‍ધ તથા લગ્નગીત દિનેશભાઇ વાણવી એ રજૂ કર્યા હતા. યુવાગૃપ કાજલી ઉગમ કૃપા  નારાયણ વાડી બાદલપરા યુવક મંડળે સ્‍વયંસેવકોની ભૂમિકા ભજવી હતી. સફળ બનાવવા જે.ડી.પરમાર, ભગવાનભાઇ સોલંકી, જેઠાભાઇ વાળા, જયોતિબેન મકવાણા, કિરણબેન સોસા, સાજણભાઇ પરમાર, નાનજીભાઇ વાઘેલા, વનરાજભાઇ વાળા દિનેશભાઇ વાજા, દિનેશકુમાર ચાડયા, રામસિંગભાઇ એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિનયભાઇ રાઠોડ તથા દીપલબેન સોલંકીએ કર્યુ હતું.(તસ્‍વીર અહેવાલ : દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:12 am IST)