Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મોરબીમાં આર્ય વીરાંગના શિબિર

 મોરબીમાં આર્યસમાજ દક્ષિણ મોરબી તથા માતળભૂમિ વંદના ટ્રસ્‍ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનું સમાપન થયું છે. આર્યસમાજ દક્ષિણ મોરબી તથા માતળભૂમિ વંદના ટ્રસ્‍ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. શિબિરના છેલ્લા દિવસે એટલે કે સમાપન સમારોહના આ કાર્યક્રમમાં આર્ય વીરાંગના બાળાઓએ શિબિરમાં જે તાલીમ લીધી હતી જેમ કે, લેજીમ, દમ્‍બેશ, તલવાર બાજી, કરાટે, લાઠીદાવ, યોગ, આસન તથા અનુશાસન તેની ઝલક આ સમાપન સમારોહમાં રજુ કરાઈ હતી. જેનું ડો ભાડેશિયા આર્ય વીરાંગના દ્વારા પથ સંચાલન કરાયું હતું. આ કાર્યક્રમાં કાંતિભાઈ અમળતિયા તથા સિરામિક /કલોક અશોસીએશનના પ્રમુખ, તમામ મહાનુભાવો, વીરાંગનાઓના તમામ વાલીગણ, અલગ અલગ પ્રાંતમાંથી પધારેલા આર્યસમાજના પદાધિકારી, દાતાઓ, સર્વોપરી સંકુલ(ભરતનગર મોરબી )ના તમામ ટ્રસ્‍ટીઓનો આર્યસમાજ દક્ષિણ મોરબી તથા માતળભૂમિ વંદના ટ્રસ્‍ટ દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

(11:00 am IST)