Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેરમાં વોર્ડ ૮ માં પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુક

પ્રમુખ તરીકે સરલાબેન રાચ્છ અને ઉપ્રમુખ તરીકે દક્ષાબેન મિરાણીને જવાબદારી સોંપાઈ

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ વાઈસ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના કાર્યકરોની વરણી કરવામાં આવી રહી છે જેને પગલે મોરબી શહેરમાં પણ જોરશોરથી કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદશન હેઠળ મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કક્કડની આગેવાનીમાં મોરબી શહેરમાં વોર્ડ ૮ માં પ્રમુખ તરીકે સરલાબેન રાચ્છ અને ઉપ્રમુખ તરીકે દક્ષાબેન મિરાણીને જવાબદારી સોપવામાં આવી છે.

(12:47 am IST)