Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ગીર ગઢડાના ભેભામાં જુથ અથડામણ : ર૦ ઘવાયા

અઢી માસ પહેલા છેડતીના મનદુઃખથી લાકડી પાઇપ કુહાડી તથા પથ્થરો વડે એક બીજા ઉપર હુમલો : સામસામી પોલીસ ફરીયાદ

ઉના, તા. ર૩: ગીરગઢડાના ભેભા ગામે અઢી માસ પહેલા છેડતીના બનાવના ચાલ્યા આવતા મનદુઃખમાં ર જુથ સામસામે આવી જતા એકબીજા ઉપર લાકડી પાઇપ કુહાડી તથા પથ્થરો વડે હુમલો કરતાં ર૦ વ્યકિતઓને ઇજા થઇ હતી.

ગીરગઢડાના ભેભા ગામની જુથ અથડામણમાં ભેભા ગામના નાનુભાઇ મોહનભાઇ પરમારે નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આરોપી પાંચાભાઇ માલાભાઇ વાંજા, રાજાભાઇ બચુભાઇ વાંજા, કાનભાઇ બચુભાઇ, રતુભાઇ બચુભાઇ, મનુભાઇ બચુભાઇ, દેવશીભાઇ વાજા, દેવાયતભાઇ કચરાભાઇ ભાલીયા, કલ્પેશભાઇ ભાભાભાઇ, વશરામભાઇ બોધાભાઇ વાજા, જશોદાબેન રાજાભાઇ વાજા તથા ગીગાભાઇ ભાલીયા એક સંપ કરીને ફરીયાદી નાનુભાઇ મોહનભાઇ પરમારના ભાઇ વશરામભાઇના ઘર પાસે ઉભા હતા ત્યારે આરોપીઓ એક સંપ કરીને લાકડી કુહાડી ધારીયા લઇ અને ફરીયાદ નાનુભાઇ મોહનભાઇ પરમારના કાકાના દીકરા નિલેષભાઇની પત્નીને આરોપી પાંચાભાઇ માલાભાઇ વાજાના દીકરા હસમુખે અઢી માસ પહેલા છેડતી કરી હોય તેના મનદુઃખથી વશરામભાઇના ઘર પાસે ગાળો બોલી હતી જેની ફરીયાદ કરેલ નહોતી ત્યારબાદ આ મનદુઃખના  કારણે લાકડી કુહાડી ધારીયા પાઇપ વડે હુમલો કરતા વશરામભાઇને માથામાં અને હાથમાં ઇજા થયેલ. જયારે બીજા આરોપી રાજાભાઇ બચુભાઇએ પાઇપથી આડેધડ મારમારેલ ત્યારે છોડાવવા છતાં આરોપી કાનભાઇ બચુભાઇએ પાવડો મારેલ તેમજ સાહેદ દેવશીભાઇ લાખાભાઇને પાઇપ મારીને માથામાં ઇજા કરેલ.

વશરામભાઇના સગા સંબંધી આવી જતા આરોપીઓએ તેના ઉપર હુમલો કરેલ અને ઇજા કરીને ધમકી આપેલ હતી.

જુથ અથડામણમાં સામે પક્ષેથી જશોદાબેન રાજાભાઇ વાજાએ નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આરોપી વશરામ મોહનભાઇ પરમાર, મોંધીબેન વશરામ, નાનુભાઇ મોહનભાઇ, સાર્દુલભાઇ, રાજેશભાઇ દેવશીભાઇ, દેવશીભાઇ લાખાભાઇ તથા લાખાભાઇ ગણેશભાઇ સોલંકી વગેરેએ એક સંપ કરીને ફરીયાદી જશોદાબેન રાજાભાઇ વાજા તેના દીયરના દીકરો વિપુલ દેવશી સાથે વશરામભાઇને ઘેર દૂધ લેવા જતા હતા ત્યારે વશરામભાઇ તથા મોંધીબેન વશરામભાઇએ વિપુલને કહેલ કે તુ અહીં આવ તને જોવો છે. તેમ કહીને વિપુલ સાથે ઝઘડો કરવા લાગેલ અને આરોપી નાનુભાઇ મોહનભાઇ સહિત એક સંપ કરીને લાકડી તથા છુટા પથ્થરોના ઘા કરતા સાહેદ રાજીબેનને પગમાં ઇજા થઇ તેમજ મુળીબેન અને કારાભાઇને માથામાં તેમજ જશોદાબેનના પતિને ઇજા થયેલ હતી. બન્ને બનાવોમાં  ર૦ વ્યકિતઓને નાની-મોટી ઇજા થયેલ.

આ બનાવમાં પોલીસે બન્ને ફરીયાદના આરોપીઓ સામે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગીર સોમનાથના હથિયારબંધી જાહેરનામાનો ભંગનો ગુન્હો નોંધ્યો છે. વધુ તપાસ ગીરગઢડાના પીએસઆઇશ્રી અઘેરા ચલાવી રહેલા છે. (૯.૧ર)

 

(2:38 pm IST)