Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મોરબીમાં કાર રીવર્સ લેતી વખતે કચડાઇ જતા હિરલબેન રાવલનું મોત

કારખાનેદાર પતિ સચીનભાઇએ કાર રીવર્સ લેતા બનાવઃ પતિ સામે ગુનો

મોરબી,તા.૨૩: મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં કાર રીવર્સ લેતી વેળાએ મિ હલા ઠોકરે ચડી જતા મોત થયું છે જે બનાવ મામલે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ માળીયાના ખાખરેચી ગામના દિવ્યેશભાઈ દિનકરરાય જોષીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના બનેવી સચિન મગનભાઈ રાવલ (ઉ.વ.૪૧) (રહે મોરબી મહેન્દ્રપરા શેરી નં ૧૭) પોતાની કાર નં જીજે ૩૬ આર ૦૪૨૮  જેના નંબર લગાડેલ નથી અને આરટીઓમાંથી નંબર પ્લેટ લગાડવા પર બાકી છે તે રીવર્સ લેતી વેળાએ હિરલબેનને ઠોકર મારતા ગંભીર ઈજા થતા મોત થયું છે મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મૃતક હિરલ બેનના પતિ સચીનભાઇ રાવલ લાતી પ્લોટમાં ફોટો ફ્રેમનું કારખાનું ધરાવે છે. તેઓ પત્ની સાથે સસરાના ઘરે ગયા હતા અને પોતાની કારમાં પત્ની અને પુત્રી સાથે પરત ફર્યા હતા.ઘરમાં મોટુ ફળીયું હોઇ આથી ગાડીને પાર્ક કરવા માટી રીવર્સ લઇ રહ્યા હતા અને પાછળ પત્ની હિરલબેન સુચના આપતા હતા. રીવર્સમાં લેતી વખતે પાછળ ઉભેલા પત્ની હડફેટે ચડી જતા તેમનું મોત નિપજ્યું હતું આ અંગે પોલીસે તપાસ આદરી છે.(

(12:43 pm IST)
  • મૈસુર અને બેંગ્લુરૂ નજીક વાવાઝોડા જેવું તોફાન પહોંચ્યાનું જાણીતા વેધર વોચર કેન્ની જણાવી રહ્યા છે access_time 11:32 am IST

  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST

  • અમદાવાદ કન્ટ્રોલરૂમના ૮ પોલીસ કર્મચારીને એકસાથે કોરોના વળગ્યો : પોલીસ માટે ચોંકાવનારા અહેવાલો : શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં ચિંતાની લાગણી પ્રસરી : એક જ શિફટમાં આ આઠે આઠ પોલીસો કામ કરતા હતા access_time 12:39 pm IST