Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

હળવદમા પાણી માટે પળોજણમાં મુકાતી મહિલાઓઃ૨૦ વર્ષથી પાણીની સમસ્યાઃ પરંતુ હજુ સુધી એક પણ નેતાએ પાણીની સમસ્યા હલ કરી નથીઃ મહિલાઓનો આક્રોશ

હળવદ,તા.૨૩: શહેર ના વોર્ડ નંબર સાતમાં આવતાં જીઆઇડીસીઙ્ગ વિસ્તારમા છેલ્લા વિસ વર્ષથી પાણીની વિકટ સમસ્યા વચ્ચે ૨૫૦ઙ્ગ જેટલા મીઠાના શ્રમિક પરીવારો જીવવા મજબુર બન્યાછે પાણી આપો ના આંતરનાદ સાથે જીઆઇડીસી વિસ્તારની મહિલાઓ મા આક્રોશ જોવા મળી રહ્યોછેઙ્ગ અનેક રજુઆત સતા કોઈઙ્ગ નેતા હજુ સુધી પાણી આપી નથી શકયા જોઙ્ગ પાણી નહી આપવામા આવે તો ચુટણી સમયે મતદાન કરવાનો બહિષ્કાર કરવાનુ મહિલાઓ એ આક્રોશ સાથે જણાવી રહી છે આમેય અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ વચ્ચે આ પાણી માટે લાચાર મહિલા પાણી માટે રઝળ પાટ કરી રહી છે .

હળવદ માં તંત્ર ની અણ આવડત થી પાણી વિતરણ માં ધાંધિયા જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને તાલુકામા રણકાંઠાના ગામો સહિત શહેરી વિસ્તાર વોર્ડ નંબર સાતમા પાણી વિતરણ માં વધુ પડતા ધાંધીયાઙ્ગ જોવા મળી રહ્યાછે મીઠામા કામ કરતા શ્રમિકો કે જે રોજનુ લાવી રોજનુંઙ્ગ ખાવા વાળા પરીવારોને ૪૦૦ઙ્ગ રૂપીયા આપીને પાણીનું ટેન્કરઙ્ગ મંગાવુ પડે છે અને આ સમસ્યા એકઙ્ગ કે બે મહિનાથી નથી પરંતુ છેલ્લા વિસ વર્ષથી ચાલી આવે છે પાણી વિના ટળવળી રહેલી મહિલા ઓ જણાવે છે કે જયારે ચુંટણી આવે ત્યારે બંન્ને પક્ષના નેતા ઓઙ્ગ આ વિસ્તારમાં લોકોને પાણી આપવાની લાલચે મતો લઇ જાયછે અને તે સમયે અમને આ નેતાઓ ઉપર વિશ્વાસ પણ આવે છે કે હવે અમારી વર્ષો જુની પાણી ની સમસ્યા હલ થશે પરંતુ પાણી આપવમા નેતાઓ વામણા સાબીત થયા છે પાણી માટે જો રૂપિયા ન હોય તો પાણી નું ટેન્કર ન આવે પરિણામે મહિલાઓ ને કામકાજ છોડી એક બેડું પાણી માટે એકઙ્ગ કિ.મી દુર ચાલીને જવુ પડે છે સતાધીશો માત્ર મત માટે જ આ વિસ્તારમાં ડોકાતા હોવાથી મહિલા રોષેઙ્ગ ભરાઇ છે.ધોમધખતા તાપમા પાણી માટે રઝળપાટ કરતી જીઆઇડીસી વિસ્તારની મહિલા હવે થાકીછે.ઙ્ગ નેતા ઓ માત્ર મત માટે જ ઉપયોગ કરતા આ પરીવારોની માંગ સંતોષશે?

(12:14 pm IST)
  • અમદાવાદમાં ઇસનપુર પોલીસ મથકના PSI કે.એમ.ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ: PSI ચાવડાના સંપર્કમાં આવેલા ડી-સ્ટાફના જવાનોને પણ કોરોન્ટાઇન કરાયા.. access_time 11:52 pm IST

  • 'અંફાન' વાવાઝોડાએ સર્જેલ ખાનાખરાબીનું નિરીક્ષણ અને કયાસ કાઢવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ઓડીશા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નીતિશકુમારે તેમને આવકારેલ અને નિરીક્ષણ માટે સાથે રવાના થયેલ. access_time 11:12 am IST

  • ઉત્તરાખંડના ૧૩માંથી ૧૦ જીલ્લા કોરોનાની હડફેટેઃ પિથૌરાગઢ- રૂદ્રપ્રયાગ-ચંપાવત એ ૩ જીલ્લા ઉપર હવે નજર ન લાગે તો સારૃં: પ્રવાસીઓ બીજા રાજયોમાંથી સતત પાછા ફરી રહયા હોય આ ત્રણ જીલ્લામાં પણ કોરોના ટકોરો કયારે મારશે તે કહી શકાય નહિ access_time 10:29 am IST